કુઆલાલ્મપુર તા. 10 : ભારતીય જોડી સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી
અને ચિરાગ શેટ્ટી મલેશિયા ઓપન સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી
છે. આજે રમાયેલી મેન્સ ડબલ્સની કવાર્ટર ફાઇનલ મેચમાં સાત્વિક-ચિરાગનો મલેશિયન જોડી
ઓંગ યૂ સિન અને ટિયો ઇ યીકો વિરુદ્ધ પ0 મિનિટની અંદર 26-24 અને 21-1પથી શાનદાર વિજય
થયો હતો. સેમિ ફાઇનલમાં ભારતીય જોડીની ટક્કર દ. કોરિયાની જોડી કિમ વોન હો અને સેઓ સેઉંગ
જે વિરુદ્ધ થશે. મલેશિયા ઓપનના પુરુષ અને મહિલા સિંગલ્સમાં ભારતના લક્ષ્ય સેન, એચએસ
પ્રણય અને માલવિકા બંસોડ હારીને બહાર થઇ ચૂકયા છે. પીવી સિંઘુએ લગ્નને લીધે ભાગ લીધો
નથી.