ભુજ, તા. 8 : જયપુર ખાતે મનીપાલ યુનિ. ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા
ઈન્ટર યુનિવર્સિટી ટેનિસ ચેમ્પિયનશિપમાં વેસ્ટઝોનનું પ્રતિનિધિત્વ કરનારા ભુજના તીર્થ
મયૂરભાઈ દોશીએ રજત ચંદ્રક મેળવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. હવે મનીપાલ યુનિ.ની ટીમ
આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારા `ખેલો ઈન્ડિયા'માં રમવા જશે. માસ્ટર્સ ટેનિસ એકેડેમીના કોચ ગોમ્સ
સરે તીર્થની સિદ્ધિને બિરદાવી હતી અને તેના ટેનિસ પ્રત્યેના ખંત અને મહેનતની પ્રશંસા
કરી કહ્યું હતું કે, તીર્થે બ્રોન્ઝ મેડલ મેળવી તેના સમર્પણ, શિસ્ત અને ક્યારેય પાછળ
ન હટવાના વલણ અને ગુણનો પુરાવો આપ્યો છે. આ સિદ્ધિ વર્ષોની મહેનત, અસંખ્ય કલાકોની પ્રક્ટિસ
અને રમત પ્રત્યેના તેના જુસ્સાને દર્શાવે છે. આવનારા સમયમાં તીર્થ વધુ સફળતા મેળવે
તેવી શુભેચ્છા પણ તેમણે આપી હતી. પોતાની સફળતા માટે તીર્થે તેના માતા નયનાબેન અને પિતા
મયૂરભાઈના સહયોગ તથા એકેડેમીના ડાયરેક્ટર યોગેશ જોશી અને કોચના માર્ગદર્શનને કારણે
તે શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું.