• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

એડિલેડ ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો

નવી દિલ્હી, તા. 30 : ભારતે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ મેચમાં 295 રને ઐતિહાસિક જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતીય ટીમની ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી મોટી જીત હતી. આ જીત બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીમાં સરસાઇ મેળવી લીધી છે. હવે બન્ને ટીમ વચ્ચે બીજી ટેસ્ટ મેચ છ ડિસેમ્બરથી એડિલેડ ઓવલમાં રમાશે એડિલેટ ટેસ્ટ  પિંક બોલથી રમાશે. જેના માટે બન્ને ટીમે તૈયારી શરૂ કરી છે.  જો કે બીજી ટેસ્ટ મેચ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર જોશ હેઝલવૂડ દુ:ખાવા કારણે એડિલેટ ટેસ્ટમાંથી બહાર થયો છે. હેઝલવૂડે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 29 રન આપીને ચાર વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેને એક વિકેટ મળી હતી. આ અગાઉ જ્યારે ભારતે એડિલેડમાં મુકાબલો રમ્યો હતો ત્યારે પણ હેઝલવૂડે આઠ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જોશ હેઝલવૂડની જગ્યાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બે અનકેપ્ડ ઝડપી બોલર સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટને એડિલેટ ટેસ્ટ માટે ટીમમાં સામેલ કર્યા છે. ડોગેઠ અને એબોટે હજી સુધી ટેસ્ટ પદાર્પણ કર્યું નથી. એબોટ ઓસ્ટ્રેલિયા માટે 26 વન ડે અને 20 ટી20 મેચ રમી ચૂક્યો છે. જેનાં નામે કુલ 55 વિકેટ  છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang