ભુજ, તા. 30 : સામાજીક, રચનાત્મક અને રમતગમતને સંલગ્ન વિવિધ
ઉપયોગી પ્રવૃતિ સાથે જોડાયેલી અત્રેની પબ્લીક પાર્ક સ્પોર્ટસ કલબ દ્વારા જિલ્લા કક્ષાની
ઓપન ટેનિશ બોલ રાત્રિ ક્રિકેટ સ્પર્ધા યોજાશે. આગામી તા. 16મી ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી
આ રાત્રિપ્રકાશ ક્રિકેટ સ્પર્ધા માટે કચ્છનું પોતિકું અખબાર કચ્છમિત્ર મિડિયા પાર્ટનરની
ભૂમિકા ભજવશે. પબ્લીક પાર્ક સ્પોર્ટસ કલબની સંસ્થાના પ્રમુખ પરાક્રમાસિંહ અજીતાસિંહ
જાડેજાના સાનિઘ્યમાં યોજાયેલી બેઠકમાં ભુજમાં જયુબીલી મેદાન ખાતે રમાનારી આ સ્પર્ધાના
આયોજનને આખરીઓપ આપવામાં આવ્યો હતો. તો આયોજનને સંલગ્ન વિવિધ જવાબદારી માટે હોદેદારો
અને સભ્યોને નિયુકત કરવા સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. સંસ્થાની યાદીમાં જણાવાયા અનુસાર
ટેનિશ બોલ વડે રાત્રિપ્રકાશમાં રમાનારી આ સ્પર્ધામાં જિલ્લામાંથી કોઇપણ ટીમ ભાગ લઇ
શકશે. અલબત સ્પર્ધા માટે મર્યાદિત સંખ્યાની ટીમો રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે
એન્ટ્રી આપવામાં આવશે. સ્પર્ધા દરમ્યાન ખેલાડીઓ અને તેમની ટીમ દ્વારા જાળવવાના થતા
વિવિધ નિયમોની જાણકારી પણ આ બેઠકમાં જાહેર કરાઇ હતી. સ્પર્ધા માટે બહાર પાડવામાં આવેલા
એન્ટ્રી ફોર્મ સીટી સ્પોર્ટસ સેન્ટર બસ સ્ટેશન
પાસે ભુજ ખાતે ઉપરાંત કુલદિપાસિંહ જાડેજા, જીગરભાઇ પંડયા, જયેશભાઇ ઠકકર અને પ્રેમ ભંડેરી
પાસે આપી શકાશે તેવી વિગતો સંસ્થાની યાદીમાં અપાઇ હતી. સ્પર્ધાના આયોજન વ્યવસ્થા માટેની
બાગડોળ પ્રમુખ શ્રી જાડેજાની રાહબરીમાં ઉપપ્રમુખ દિપક સી. મહેતા, મંત્રી જયેશ જયેશ
કે. ઠકકર તથા હોદેદારો-સભ્યો સંભાળી રહયા છે.