નવી દિલ્હી, તા. 30 : બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેવાસી વૈભવ
સૂર્યવંશીએ આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં મોટો ઈતિહાસ રચ્યો હતો. એજ વૈભવ પાક સામે માત્ર એક રને વિકેટ ખોઈને ફલોપ
રહ્યો હતો. તેને માત્ર 13 વર્ષની ઉમરે રાજસ્થાન રોયલ્સની ટીમે 1.10 કરોડ રૂપિયામાં
ખરિદ્યો છે અને આઈપીએલમાં વેચાનારો સૌથી નાની વયનો ખેલાડી છે. તેણે હાલમાં જ પોતાની
બેટિંગથી ધ્યાન ખેંચ્યું હતું. ઓક્શન બાદ તમામની નજર સુર્યવંશીની રમત ઉપર હતી. જો કે
કરોડપતિ બન્યાના પાંચ દિવસમાં પ્રથમ મેચ રમવા ઉતરતા પૂરી રીતે ફલોપ રહ્યો હતો. સૂર્યવંશી
શનિવારે પાકિસ્તાન સામેના અંડર-19 એશિયા કપ મેચમાં ખાતુ ખોલવા માટે પણ મહેનત કરી રહ્યો
હતો.282 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે સૂર્યવંશી નવ દડામાં માત્ર
એક જ રન કરી શક્યો હતો. તેણે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં આવ્યા બાદ પાંચમા દડે ખાતુ ખોલ્યું
હતું ત્યારબાદના ચાર દડામાં એક પણ રન થયો નહોતો અને અલી રઝાએ પાંચમી ઓવરના પહેલા બોલમાં
સૂર્યવંશીને આઉટ કર્યો હતો.