આદિપુર, તા. 29 : અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ
ખાતેની ટેનિસ એકેડમીની ખેલાડી ખ્યાતિ ભટ્ટે અજમેર ખાતે 25થી 29 નવેમ્બર, 2024 દરમિયાન
આયોજિત એઆઈટીએ સીએસ - 7 સિરીઝ ઓલ ઇન્ડિયા ટેનિસ ટૂર્નામેન્ટમાં ખૂબ સારું પ્રદર્શન
કરતાં ગર્લ્સ અંડર-14 સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ખ્યાતિએ સિંગલ્સની ફાઇનલમાં રાજસ્થાનની કીઆરાને 6-3, 6-0થી હરાવીને
ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પહેલાં સેમિફાઇનલમાં તેણે જયપુર રાજસ્થાનની સાક્ષીને
6-2, 6-3થી હરાવી હતી. ખ્યાતિ મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર તેમજ આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડના
માર્ગદર્શન હેઠળ શ્રીમતી ગીતાદેવી નૌરતમલ ગુપ્તા ટેનિસ કોર્ટ, કેડીટીટીએ ખાતે તાલીમ
લઇ રહી છે. ખ્યાતિની આ સિદ્ધિ બદલ સંસ્થાના
બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.