• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝિલેન્ડના આઠ વિકેટે 319

ક્રાઇસ્ટચર્ચ, તા.28 : લગભગ ત્રણ મહિના પછી વાપસી કરનાર સ્ટાર બેટધર કેન વિલિયમ્સનની 93 રનની શાનદાર બેટિંગની મદદથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે ન્યુઝીલેન્ડના 83 ઓવરમાં 8 વિકેટે 319 રન થયા હતા. જો કે કેન વિલિયમ્સન નવર્સ નાઇન્ટીનો ભોગ બનીને તેની 33મી સદી 7 રને ચૂકી ગયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર શોએબ બશિરે 4 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બોલિંગ પસંદ કરી હતી. પ્રારંભે ઇંગ્લેન્ડને સફળતા મળી હતી. ઓપનર ડવેન કોન્વે 2 રને એટકિન્સનનો શિકાર બન્યો હતો. આ પછી કપ્તાન ટોમ લાથમ અને કેન વિલિયમ્સને કિવિઝના દાવને સ્થિરતા આપી હતી. લાથમ 47 રને, રચિન રવીન્દ્ર 34, ડેરિલ મિચેલ 19, ટોમ બ્લંડેલ 17 રને આઉટ થયા હતા.ખરતી વિકેટ વચ્ચે વિલિયમ્સની અડીખમ રહ્યો હતો અને 197 દડામાં 10 ચોગ્ગાથી 93 રને આઉટ થયો હતો. આજની રમતના અંતે ગ્લેન ફિલિપ 41 અને ટિમ સાઉધી 10 રને દાવમાં હતા. કિવિઝના 8 વિકેટે 319 રન થયા હતા. બશીરની 4 વિકેટ ઉપરાંત એટકિન્સન અને બાયડન કાર્સને 2-2 વિકેટ મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang