બ્રિજટાઉન, તા.10 :
ઓપનર ફિલ સોલ્ટની પ4 દડામાં આતશી સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની પહેલી ટી-20 ઇન્ટરનેશનલ
મેચમાં ઇંગ્લેન્ડનો 8 વિકેટે શાનદાર વિજય થયો હતો. ઇંગ્લેન્ડે 183 રનનો વિજય લક્ષ્યાંક
ફક્ત બે વિકેટ ગુમાવીને 19 દડા બાકી રાખી 16.પ ઓવરમાં હાંસલ કરી લીધો હતો.પ મેચની શ્રેણીમાં
ઇંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. પ્લેયર ઓફ ધ મેચ ફિલ સોલ્ટે પ4 દડામાં 9 ચોગ્ગા અને
6 છગ્ગાથી 103 રનની અણનમ અને વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ટી-20 ઇન્ટરનેશનલમાં તેની આ
ત્રીજી સદી છે. આઇપીએલ ફ્રેંચાઇઝી કેકેઆરે ફિલ સોલ્ટને જાળવ્યો નથી. મેગા હરાજીમાં
તેના પર મોટી બોલી લાગી શકે છે. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથલે 36 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી
પ8 રન કર્યા હતા. આ પહેલા વિન્ડિઝ ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન કર્યા હતા. જેમાં
નિકોલસ પૂરનના 38, રોમારિયો શેફર્ડના અણનમ 3પ અને આંદ્રે રસેલના 17 દડામાં 4 છગ્ગાથી
30 રન મુખ્ય હતા. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર સકિબ મહેમૂદે 4 અને સ્પિનર આદિલ રશીદે
3 વિકેટ લીધી હતી.