• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

પ્રણય મલેશિયા માસ્ટર્સમાં ચેમ્પિયન

કુઆલાલમ્પુર, તા.28: ભારતના ટોચના શટલર એચએસ પ્રણયે ઇતિહાસ રચ્યો છે. મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન સુપર-પ00 ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થનારો તે ભારતનો પહેલો પુરુષ ખેલાડી બન્યો છે. આજે રમાયેલી મેન્સ સિંગલ્સની રોમાંચક ફાઇનલમાં એચએસ પ્રણયનો ચીનના ખેલાડી વેંગ હોંગયાંગ વિરુદ્ધ ત્રણ ગેમની રસાકસી બાદ 21-19, 13-21 અને 21-18થી યાદગાર વિજય થયો હતો અને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. ફાઇનલની ટક્કર 94 મિનિટ સુધી ચાલી હતી. પ્રણય પહેલા મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા વિભાગમાં સાઇના નેહવાલ અને પીવી સિંધુ ચેમ્પિયન બની હતી. પ્રણય આ ટુર્નામેન્ટ જીતનારો ત્રીજો ભારતીય અને પહેલો પુરુષ ખેલાડી બન્યો છે. પીવી સિંધુ આ ટુર્નામેન્ટમાં બે વખત ચેમ્પિયન બની હતી. ગઇકાલે સેમિ ફાઇનલમાં એચએસ પ્રણયને ઇન્ડોનેશિયાના ખેલાડી ક્રિસ્ટિયન અદીનાના તરફથી વોકઓવર મળ્યો હતો. તે પહેલા સેટમાં 19-17થી આગળ ચાલી રહ્યો હતો ત્યારે ઇજાને લીધે કોર્ટ છોડવા મજબૂર થવું પડયું હતું. જ્યારે પીવી સિંધુ સેમિ ફાઇનલમાં હારી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang