• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ટેસ્ટ ક્રમાંકમાં કોહલી 10 વર્ષ બાદ ટોપ-20ની બહાર

દુબઈ, તા.6 : વિહોણો વિરાટ કોહલી 10 વર્ષ બાદ આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોપ-20 યાદીમાંથી બહાર થયો છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની છ ઇનિંગ્સમાં ફક્ત 93 રન બનાવ્યા હતા. જેનું કોહલીને ભારે નુકસાન થયું છે. 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે, વિરાટ કોહલી ટોચના 20 બેટધરની સૂચિમાં સામેલ ન હોય. હવે તે 22માં ક્રમે ફેંકાઈ ગયો છે. ભારતીય કપ્તાન રોહિત શર્માની સ્થિતિ કોહલીથી પણ ખરાબ છે. તે ટેસ્ટ ક્રમાંકમાં 26 ક્રમે ધકેલાઇ ગયો છે જ્યારે ઇંગ્લેન્ડનો સ્ટાર બેટર જો રૂટ દબદબા સાથે ટોચ પર યથાવત્ છે. તેના પછી કિવિઝનો કેન વિલિયમ્સન છે. જે ઇજાને લીધે ભારત સામેની ત્રણેય મેચનો હિસ્સો બની શક્યો ન હતો. પાક. સામેની ટેસ્ટ શ્રેણીમાં ત્રેવડી સદી કરનાર ઇંગ્લેન્ડનો યુવા બેટ્સમેન હેરી બ્રુક ત્રીજા સ્થાને છે. યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રમાંકમાં ભારતનો ટોચનો બેટ્સમેન છે. તે ચોથા ક્રમે છે જ્યારે વિકેટકીપર રિષભ પંતે પાંચમાં સ્થાનનો કૂદકો લગાવીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. શુભમન ગિલ 16મા ક્રમે છે. ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજા બે સ્થાનના ફાયદાથી છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. અશ્વિન પાંચમા ક્રમે છે. વોશિંગ્ટન સુંદર સાત સ્થાનના સુધારા સાથે 46મા નંબર પર છે. કિવિઝ સ્પિનર એઝાઝ પટેલ 12 સ્થાનના સુધારા સાથે 22મા ક્રમે આવી ગયો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang