• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

મહાહરાજીમાં 409 વિદેશી સહિત 1574 ક્રિકેટર

મુંબઈ, તા.6 : સાઉદી અરબના જેદાહ ખાતે આઇપીએલ-202પ સીઝન માટેનું મેગા ઓક્શન તા. 24 અને 2પ નવેમ્બરે આયોજિત થશે. આ મહાહરાજી માટે કુલ 1પ74 ક્રિકેટરે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 320 ખેલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે જ્યારે 1224 અનકેપ્ડ ખેલાડી છે. આઇપીએલની હરાજીમાં આ વખતે 116પ ભારતીય ક્રિકેટર ઉતરશે. જેમાં 48 કેપ્ડ અને 96પ અનકેપ્ડ ખેલાડી સામેલ છે. 409 વિદેશી ક્રિકેટર પણ હરાજીમાં ઉતર્યા છે. જેમાં 30 ખેલાડી એસોસિયેટ દેશના છે. પ્રત્યેક ફ્રેંચાઇઝી વધુમાં વધુ 2પ ખેલાડીની (જાળવી રખાયેલા ખેલાડી સહિત) સ્ક્વોડ બનાવી શકશે. બે કરોડની સૌથી વધુ બેઝ પ્રાઇસ છે. આ સૂચિમાં ભારતીય ખેલાડીઓનાં રૂપમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, આર. અશ્વિન, યજુર્વેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ખલિલ અહમદ, દીપક ચહર, વૈંકટેશ અય્યર, આવેશખાન, ઇશાન કિશન, મુકેશકુમાર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ, કુણાલ પંડયા, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ, ટી. નટરાજન  સામેલ છે. બે કરોડની બેઝ પ્રાઇસ સૂચિમાં વિદેશી ખેલાડીનાં રૂપમાં ગત સીઝનનો સૌથી મોંઘો ખેલાડી મિશેલ સ્ટાર્ક સામેલ છે. આ ઉપરાંત જોફ્રા આર્ચર, નાથન લિયોન પણ આ ટોચની સૂચિમાં સામેલ છે. આ વખતે ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કપ્તાન બેન સ્ટોકસ આઇપીએલના ઓક્શનમાં સામેલ નથી. આઇપીએલના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સ સૌથી મોટા પર્સ સાથે ઉતરશે. તેની પાસે 110.પ કરોડ રૂપિયા બચ્યા છે, કારણ કે આ ફ્રેંચાઇઝીએ ફક્ત બે ખેલાડીને જ જાળવી રાખ્યા છે. એ પછી મોટું પર્સ આરસીબી પાસે હશે. રીટેન ખેલાડી બાદ તેની પાસે 83 કરોડ છે. દિલ્હી કેપિટલ્સ (73 કરોડ), ગુજરાત ટાઇટન્સ (69 કરોડ), લખનઉ સુપર જાયન્ટ્સ (69 કરોડ), ચેન્નાઇ સુપર કિંગ્સ (પપ કરોડ), કોલકતા નાઇટ રાઇડર્સ (પ1 કરોડ), મુંબઈ ઇન્ડિયન્સ (4પ કરોડ), સનરાઇઝર્સ હૈદરાબાદ (4પ કરોડ) અને રાજસ્થાન રોયલ્સ (41 કરોડ રૂપિયા)ના નંબર આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang