• શનિવાર, 20 એપ્રિલ, 2024

વરસાદનું વિઘ્ન : ફાઇનલ હવે આજે રમાશે

અમદાવાદ, તા. 28 : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચેના આઇપીએલના ફાઇનલ જંગમાં આજે અહીં વરસાદનું વિઘ્ન સર્જાયું હતું જેને લીધે આજે એકપણ દડાની રમત શક્ય ન બનતાં હવે ફાઇનલ મુકાબલો આવતીકાલે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ યોજવાનો નિર્ણય લેવાયો હતો. સાંજથી અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ?થઇ?ગયો હતો. લાખો ક્રિકેટચાહકો મેચ શરૂ થશે તેવી આશાએ સ્ટેડિયમમાં જ બેઠા હતા. વરસાદની આવન-જાવન ચાલુ રહેતાં ક્રિકેટપ્રેમીઓને નિરાશા સાંપડી હતી અને મેચ રિઝર્વ ડેના 29 મેના રમાડવાનો નિર્ણય રાત્રે લગભગ 10 વાગ્યે લેવામાં આવ્યો હતો. જો કાલે પણ મેચ ન રમાય તો પોઇન્ટ ટેબલમાં ગુજરાત ટોચ પર હોવાથી તેને ચેમ્પિયન જાહેર કરાશે. કાલે સાંજે 7.30 વાગ્યે ટોસ કરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang