કાનપુર, તા.1:બીજી
ટેસ્ટની હાર બાદ બાંગલાદેશના કપ્તાન નઝમૂલ હસન શાંતોએ સ્વીકાર્યું કે અમે ટક્કર આપી
શકયા નહીં. ખાસ કરીને બન્ને મેચમાં અમારી બેટિંગ નબળી રહી. પરિસ્થિતિ એટલી ખરાબ ન હતી
કે સારી બેટિંગ થઇ શકે નહીં. તમે અમારી બેટિંગ જોશો તે ખબર પડશે કે મોટાભાગના ખેલાડી
3-0-40 દડાનો સમાનો કરીને આઉટ થતાં રહ્યા. પહેલા મેચમાં અશ્વિન અને જાડેજાએ જે રીતે
બેટિંગ કરી એથી મેચ અને સિરીઝનું પરિણામ પલટી ગયું. એ ભાગીદારીને લીધે અમે એ મેચ હાર્યાં.
બીજી ટેસ્ટમાં મોમિનૂલે શાનદાર સદી કરી, પણ કામ ન આવી. કારણ કે તેને સહયોગ મળ્યો નહીં.