• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

જાડેજાનો રેકોર્ડ : 300 વિકેટ લેનાર ભારતનો સાતમો બોલર

કાનપુર, તા.30:  સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનારો ભારતનો સાતમો બોલર બન્યો છે. તેણે આજે બાંગલાદેશના પહેલા દાવની આખરી વિકેટના રૂપમાં ખાલિદ મહમૂદની વિકેટ ઝડપીને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ફોર્મેટમાં 3000 રન અને 300 વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરનારો ભારતનો ત્રીજો અને વિશ્વનો 11મો હરફનમૌલા ખેલાડી બન્યો છે. ભારત તરફથી 300 વિકેટ લેનારા બોલરોમાં અનિલ કુંબલે (619), આર. અશ્વિન (પ24), કપિલ દેવ (434), હરભજન સિંઘ (417), ઇશાંત શર્મા (311), ઝહિર ખાન (311) અને રવીન્દ્ર જાડેજા (300) છે. જાડેજા ટેસ્ટમાં 300 વિકેટ અને 3000 રનની ડબલની ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ઝડપી ઓલરાઉન્ડર બન્યો છે. ઇંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઇયાન બોથમે આ ઉપલબ્ધિ 72 ટેસ્ટમાં હાંસલ કરી હતી જ્યારે રવીન્દ્ર જાડેજાએ આ પરાક્રમ 73 ટેસ્ટ મેચમાં પૂરું કર્યું છે. ભારત તરફથી આ ઉપલબ્ધિ કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિનના નામે છે. કપિલે પ248 રન અને 434 વિકેટ લીધી છે. જયારે અશ્વિનના નામે પ24 વિકેટ અને 3422 રન છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang