• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

યશસ્વીએ 31 અને રાહુલે 33 દડામાં અર્ધસદી કરી

કાનપુર, તા.30: ટીમ ઇન્ડિયાનો યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ આજે બાંગલાદેશ સામે બીજી ટેસ્ટના ચોથા દિવસે ઝડપી અર્ધસદીનો રેકોર્ડ સહેજમાં ચૂકી ગયા હતા. યશસ્વીએ  ભારતની ઇનિંગની પહેલી ઓવરમાં જ ઉપરાઉપરી ત્રણ ચોક્કા ફટકારી પોતાના આક્રમક અંદાજ આપી દીધો હતો. જયસ્વાલે તેની અર્ધસદી ફક્ત 31 દડામાં પૂરી કરી હતી. જો કે તે રેકોર્ડ બનાવી શક્યો ન હતો. ભારત તરફથી ઝડપી અર્ધસદી ઋષભ પંતના નામે છે. તેણે 28 દડામાં ફિફટી ફટકારી હતી. આ પછી બીજા સ્થાને કપિલ દેવ (30 દડા- વર્ષ 1982) છે. શાર્દુલ ઠાકુર (વર્ષ 2021)અને યશસ્વી જયસ્વાલ 31-31 દડામાં અર્ધસદી પૂરી કરી આ સૂચિમાં સંયુકતરૂપે ત્રીજા નંબર પર છે. વિરેન્દ્ર સેહવાગે 32 દડામાં 2008માં ઇંગ્લેન્ડ સામે ફિફટી ફટકારી હતી. કેએલ રાહુલે આજે 33 દડામાં અર્ધસદી કરી હતી. તે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. જયસ્વાલે પ1 દડામાં 72 રન અને રાહુલે 43 દડામાં 68 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang