• ગુરુવાર, 28 માર્ચ, 2024

ભુજ બુલિયન એસો.ની ક્રિકેટ ટૂર્ના.માં અલંકાર ઇલેવને બાજી મારી

ભુજ, તા. 27 : ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિયેશન દ્વારા તાજેતરમાં મે. પ્રભુદાસ ખેતશી બોક્સ ક્રિકેટ કપ 2023નું આયોજન કરાયું હતું. બાલાજી ગ્રીન ખાતે યોજાયેલી ટૂર્ના.માં ફાઇનલમાં અલંકાર ઇલેવન વિજેતા અને પીકે ઇલેવન રનરઅપ થઇ હતી. બાલાજી ગ્રીનના તુલસી જોષી, ડો. મુકેશ ચંદે, ચેતન ઠક્કર, યશ કતિરા તથા યોગેશભાઇ જોષીનો સહયોગ મળ્યો હતો. ફાઇનલ મેન ઓફ ધ મેચ ચિન્મય મોરબિયા, મેન ઓફ ધ સિરીઝ જેનીલ દોશી, બેસ્ટ બેટ્સમેન મિતેષ ગુજરાતી, બેસ્ટ બોલર પારસ પોમલ થયા હતા. વિજેતા ટીમ તથા ખેલાડીઓને ટ્રોફી અને એવોર્ડ આપવામાં આવ્યા હતા. હિરેન દોશી, તુષાર પારેખ અને રાજ દોશીએ અમ્પાયર તરીકે સેવા આપી હતી. વ્યવસ્થા ભુજ બુલિયનના પ્રમુખ ભદ્રેશ દોશીની આગેવાની અને સચિન બુદ્ધભટ્ટીની દોરવણી હેઠળ આકાશ સોની, સંજય બુદ્ધભટ્ટી અને મિલન સોનીએ સંભાળી હતી. એસોસિયેશનના મંત્રી વિજય બુદ્ધભટ્ટી, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર બારમેડા, ગિરીશ સોલંકી, અશોક ઝવેરી, પ્રભુભાઇ સહિત બુલિયનના સભ્યોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang