પેરિસ, તા. 6 : ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ઈતિહાસ રચી રહ્યા
છે. સૈન્યમાં નાયક સૂબેદાર પદે રહેલા અવિનાશ સાબલેએ પોતાના જ રાષ્ટ્રીય રેકોર્ડને સુધારતાં
ઓલિમ્પિકના 3000 મીટર સ્ટીપલચેજની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પેરિસ ઓલિમ્પિકના પુરુષ
3000 મીટર સ્ટીપલચેજ હીટમાં પાંચમા સ્થાન સાથે અવિનાશ ફાઇનલ માટે પસંદ થયો છે. અહીં
સુધી પહોંચનાર તે પહેલો ભારતીય છે. રાષ્ટ્રીય વિક્રમધારક અવિનાશે બીજી હીટમાં 8 મિનિટ
1પ.43નો સમય લીધો હતો. અગાઉ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 09.94 સેકન્ડ હતું. ભારતીય
સમયાનુસાર 7-8 ઓગસ્ટના રાત્રે આ સ્પર્ધાનો ફાઇનલ મુકાબલો થશે.