• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

`બાહુબલી' નીરજ : 89.34 મી.નો થ્રો કરી ફાઇનલમાં

પેરિસ, તા.6 : ઓલિમ્પિકના 11મા દિવસે ભારતના ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ પોતાનો પહેલો જ થ્રો 89.34 મીટર દૂર ફેંકી ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. `ગોલ્ડન બોય' નીરજનો આ થ્રો સીઝનનો સૌથી શ્રેષ્ઠ છે અને તેણે પોતાનો જ રેકોર્ડ તોડયો છે. ફાઇનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનના જેવલિન થ્રોઅર વચ્ચે મુકાબલો થવાનો છે. કિશોર જેના 80.73 મીટર થ્રો સાથે ફાઇનલ માટે કવોલિફાય કરી શક્યા ન હતા. 8 ઓગસ્ટે રાત્રે 11:30 કલાકે જેવલિન થ્રોના ફાઇનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનનો આમનો સામનો થશે. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ પાસે મેડલની પ્રબળ આશા છે. અગાઉ ટોકિયો ઓલિમ્પિકમાં તેણે 87.પ8 મીટર દૂર ભાલો ફેંક્યો હતો જેથી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય આ જ વર્ષે તેણે 88.36 મીટર થ્રો કર્યો હતો. પેરિસમાં તેણે 89.34 મીટર થ્રો કરી તરખાટ મચાવી દીધો છે. નીરજ સાથે પાકિસ્તાનના અરશદ નદીમે પણ 86.પ9 મીટર થ્રો કરી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang