• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

આગરિયા સમાજમાં શિક્ષણ-આરોગ્યલક્ષી સેવાઓને ખાસ અગ્રતા આપવા અનુરોધ

અંજાર, તા. 20 : તાલુકાના મથડા ગામે અખિલ કચ્છ આગરિયા મુસ્લિમ સમાજ દ્વારા 16મી સમૂહશાદીનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છભરમાંથી સમાજના 24 યુગલે ભાગ લીધો હતો જેમની નિકાહની અદાયગી પીર સૈયદ નિઝામુદ્દીન (રાજકોટવાળા)એ કરાવી હતી. આ કાર્યક્રમની શરૂઆત તિલાવત-એ-કુર્આનથી મૌલાના ઇસ્માઇલે કરાવી હતી. મુકર્રીર-એ-ખાસ સૈયદ સલીમ બાપુ (વિંઝાણવાળા)એ ઇસ્લામ અને માનવતા પર પ્રકાશ પાડયો હતો. મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્માભાઇ રાયમાએ આગરિયા સમાજને શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યોમાં વિશેષ જવાબદારી નિભાવવા જણાવ્યું હતું. અગ્રણી હાજી મોહંમદભાઇ આગરિયાએ સમૂહશાદીના અવસરે મુબારકબાદી પાઠવી હતી. આ કાર્યક્રમમાં સૈયદ સાદાત-એ-કીરામ સૈયદ આફતાબ અહેમદ બાપુ, સૈયદ નિઝામુદ્દીન બાપુ, સૈયદ ઇબ્રાહીમશા બાપુ, સૈયદ અનવરશા બાપુ, સૈયદ અશરફશા બાપુ તેમજ મુસ્લિમ અગ્રણીઓ હાજી દીનમામદભાઇ રાયમા, ખિદમત-એ-ખલ્ક ગ્રુપના પ્રમુખ ગુલામહુસેનભાઇ સમેજા, હાજી નૂરમામદભાઇ રાયમા, અબ્દુલભાઇ રાયમા, અસલમભાઇ તુર્ક, સાદિકભાઇ રાયમા, હનીફભાઇ જત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સુલ્તાનભાઇ મુસાભાઇ આગરિયા, અબ્દુલભાઇ જુમાભાઇ આગરિયા (ઉપપ્રમુખ), ઇસ્માઇલભાઇ જુસબભાઇ આગરિયા (મંત્રી), હાજી આદમભાઇ ઇબ્રાહીમભાઇ આગરિયા (સહમંત્રી), ઇસ્માઇલભાઇ ઉમરભાઇ આગરિયા (સહમંત્રી), યુસુફભાઇ હાજીહુસેનભાઇ આગરિયા (ખજાનચી), હૈદરઅલી ઇસ્માઇલભાઇ આગરિયા (સહખજાનચી), હુસેનભાઇ સિદિકભાઇ આગરિયા (સહખજાનચી) વગેરેએ જહેમત ઉઠાવી હતી. મહિલા વિભાગની વ્યવસ્થા સૈયદા બીબીમા તથા સમાજની મહિલા અગ્રણી બહેનોએ સંભાળી હતી એવું પ્રવક્તા ઇસ્માઇલભાઇ આગરિયાએ યાદીમાં જણાવ્યું હતું.

Janmadin Vishesh Purti

Panchang