કોડાય (તા. માંડવી), તા. 4 : અખિલ ભારતીય
કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, કચ્છ પૂર્વ
રિજિયન દ્વારા બિદડા ખાતે વાય.એસ.કે. સંપર્ક યાત્રા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં
રિજિયન વાય.એસ.કે.ના કન્વીનર જિજ્ઞેશ ધોળુ દ્વારા બિદડા મંડળમાં વર્તમાન વાય.એસ.કે.
સભ્યો તેમજ સક્રીય સભ્યો અંગેની સચોટ આંકડાકીય માહિતી રજૂ કરાઈ હતી. ત્યારબાદ સેન્ટ્રલ
કો-ઓર્ડિનેટર પ્રીતેશ વાસાણીએ વાય.એસ.કે. યોજના અંગે વિગતવાર માહિતી આપી ઉપસ્થિત સભ્યોના
પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા હતા. રિજિયન મિશન ચેરમેન જિતેશ હળપાણીએ વાય.એસ.કે.
શા માટે જરૂરી છે, તે વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયું
હતું. રિજિયન ચેરમેન જગદીશ લીંબાણીએ સમાજ તથા સ્થાનિક મંડળનો એક પણ સભ્ય વાય.એસ.કે.
સભ્યપદથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો અને વાય.એસ.કે.ની
પારદર્શક કાર્યપદ્ધતિ વિશે સૌને માહિતગાર કર્યા હતા. નવરાત્રિના પર્વ દરમિયાન બિદડા
મંડળમાંથી નવા જોડાયેલા 11 સભ્યને સર્ટિફિકેટ
આપી આવકારવામાં આવ્યા હતા. સંપર્ક યાત્રામાં માંડવી ડિવિઝન ચેરમેન ગિરીશ વેલાણી, વાઇસ ચેરમેન કુલીન ભગત, સલાહકાર જેન્તીભાઇ પારસિયા, જોઇન્ટ ટ્રેઝરર સંદીપ ગોગારી,
વાય.એસ.કે. ટીમમાંથી પ્રદીપ રામાણી અને મુકેશ છાભૈયા ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સમાજના પ્રમુખ શામજીભાઈ છાભૈયા અને સમગ્ર ટીમ, વડીલો,
સ્થાનિક મંડળમાંથી યુવા સંઘમાં પ્રતિનિધિત્વ કરતા રમેશ રામાણી,
જિજ્ઞેશ સેંઘાણી, પ્રકાશ સેંઘાણી વગેરે હાજર રહ્યા
હતા. સંચાલન રિજિયન સેક્રેટરી પીયૂષ લીંબાણીએ, આભારવિધિ હેલ્થ
એન્ડ ડિઝાસ્ટર રિજિયન કન્વીનર અશ્વિન સેંઘાણીએ કરી હતી. બિદડા પાટીદાર સનાતન યુવક મંડળના
પ્રમુખ હિતેષ સેંઘાણી, મંત્રી કિરીટ માકાણી તથા તેમની સમગ્ર ટીમે
સહયોગ આપ્યો હતો.