• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

કેરામાં સગર્ભા માતાઓને પોષણકિટનું વિતરણ કરાયું

ભુજ, તા. 4 : સગર્ભા માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ માતા અને બાળકના સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેરા ખાતે 42 કિલોથી ઓછું વજન ધરાવતી તમામ સગર્ભા બહેનોને દાતા લાલજી કરશનભાઇ કેરાઇના સહયોગથી પોષણકિટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહાર લેવા, નિયમિત તપાસ કરાવવા, આરોગ્ય કર્મચારીઓ દ્વારા અપાતી સલાહનું પાલન કરવા તેમજ પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડો. ધવલ, આયુષ મેડિકલ ઓફિસર ડો. યસ્મિતાબા, આઇએચએસ કુંજલબેન તથા તમામ આશા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. સેવાકીય કાર્યમાં સહયોગ બદલ પીએચસી કેરા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યકત કરાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd