• બુધવાર, 10 જૂન, 2026

સમાજસેવા અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ

સિડની, તા. 9 : સમાજસેવા અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા સિડનીના આઠ વર્ષીય વિદ્યાર્થી પ્રહરે કેન્સર કાઉન્સિલ ઓસ્ટ્રેલિયાના `િબગેસ્ટ મોર્નિંગ ટી' અભિયાન અંતર્ગત ભંડોળ સંગ્રહ કાર્યક્રમ યોજી લગભગ 5ાંચ હજાર ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. આ સમગ્ર અભિયાન પ્રહરે પોતાના સ્વર્ગસ્થ નાના દીપક મહેતાની સ્મૃતિને સમર્પિત કર્યું હતું. પ્રહરે કેન્સર સંશોધન તથા દર્દી સહાય સેવાઓ માટે પોતાનું નાનકડું  યોગદાન આપવાનો નિર્ધાર કર્યો, જેથી સમાન પરિસ્થિતિથી પસાર થતા અન્ય પરિવારોને સહેજ ટેકો મળી શકે. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ પ્રહર દ્વારા તૈયાર કરવામાં આવેલી લાઇવ ભારતીય ચા રહી હતી. ઉપસ્થિત મહેમાનો સમક્ષ તેણે પરંપરાગત ભારતીય ચા બનાવી હતી. આ ચાની પ્રતીકાત્મક હરાજી પણ યોજાઈ હતી, જેમાં એક કપ માટે સૌથી વધુ 101 ડોલરની બોલી લાગી હતી. ઉપસ્થિતોએ આ પહેલને હૃદયપૂર્વક વધાવી લીધી હતી. મિત્રો, પરિવારજનો, સ્થાનિક સમુદાય અને વિવિધ સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. અનેક લોકોએ દાન, હાજરી અને શુભેચ્છાઓ દ્વારા આ અભિયાનને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પ્રહરની શિક્ષિકા મિસ માર્કાક્સિ સહિત શાળાના શિક્ષક વર્ગે પણ આ પહેલને પ્રોત્સાહન આપ્યું હતું. નાની ઉંમરે સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવા ભાવનાનું પ્રદર્શન કરતા પ્રહરના પ્રયાસોને સૌએ બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રહર વિવિધ શૈક્ષણિક, સાહિત્યિક અને જાહેર વક્તૃત્વ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. જઈંખઇઅ ઢજ્ઞીક્ષલ અભવશયદયિ અૂફમિ તેમજ ઈફક્ષાયિંબીyિ-ઇફક્ષસતાજ્ઞૂંક્ષ ઈવશહમ કયફમયતિવશા અૂફમિ સહિતના અનેક પુરસ્કારો અને સન્માનોથી નવાજાયેલા પ્રહર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંદેશ સાથે સતત સક્રિય રહે છે. આ પ્રસંગે પ્રહરે જણાવ્યું હતું કે, `મારા નાનાજી કેન્સરને કારણે વિખૂટા પડયા હતા. તેમના પ્રેમ અને સ્મૃતિથી પ્રેરાઈને મેં આ પ્રયાસ કર્યો છે. જો મારા નાનાં યોગદાનથી કેન્સર સામેની લડતમાં થોડી પણ મદદ મળી શકે, તો તે મારા માટે સૌથી મોટો આનંદ છે.' પ્રહરની આ પહેલ એ સંદેશ આપે છે કે, ઉંમર ભલે નાની હોય, પરંતુ સેવા અને સંવેદનાની ભાવના દ્વારા સમાજમાં મોટો બદલાવ લાવી શકાય છે. પ્રહર કચ્છના ભૂતપૂર્વ સંસદસભ્ય અને જાણીતા જાહેરજીવનના વ્યક્તિત્વ ડો. મહિપતરાય મહેતાના પ્રપૌત્ર છે. તેમની માતા હરિતા મહેતા ભારત સરકારના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર (ગફાશિંજ્ઞક્ષફહ ઢજ્ઞીવિં અૂફમિ)થી સન્માનિત છે. સમાજસેવા અને જાહેરજીવનનાં મૂલ્યોની આ પરંપરા આજે પ્રહરનાં કાર્યમાં પણ પ્રતાબિંબિત થતી જોવા મળે છે. 

Panchang

dd