• બુધવાર, 10 જૂન, 2026

ભારે ટ્રાફિક ધરાવતા મુંદરા તાલુકાના છ માર્ગ ફોરલેન બનશે : રૂા. 629 કરોડ મંજૂર

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્ત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ 629 કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના છ રસ્તાઓનાં કામો ફોરલેન માટે મંજૂર કર્યાં છે. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી જનહિતકારી નેમ સાથે આ જે માર્ગોને ચારમાર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યાં છે તેમાં મુંદરા- લુણી-વડાલા રોડના 4.1 કિ.મી., વાઈડનિંગ અને ઈપ્રૂવમેન્ટ ઓફ દેશલપર-શિરાચા રોડ 5.1 કિ.મી., મુંદરા-ઝરપરા-કાંડગરા- ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી., નવીનાળ ગામના બાયપાસ રોડના 3.3 કિ.મી., મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી., અને મુંદરા-ઝરપરા-કાંડગરા રોડ - 19થી 39ના 20 કિ.મી.નો સમાવેશ થાય છે. આ ફોરલેન માર્ગો બનવાના પરિણામે ગ્રામજનો માટે મહત્ત્વપૂર્ણ અને સુવિધાયુક્ત બની રહેશે. એટલુ જ નહીં, બાયપાસ બનવાથી મુંદરા પોર્ટ અને આસપાસના નાના-મોટા ઈન્ડસ્ટ્રીયલ કોમીર્શિયલ વિસ્તારોમાં અવરજવર કરતા ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશે. આ માર્ગોનો વિકાસ થતાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રને પણ વધુ બળ મળશે અને લોકોનું ઈઝ ઓફ લાવિંગ પણ વધશે.

Panchang

dd