• રવિવાર, 17 મે, 2026

ગોવર્ધન કલા મહોત્સવમાં કલાનાં કામણ પથરાયાં

અંજાર, તા. 6 : સતાપર ગોવર્ધન પર્વત  અંજાર રંગતરંગ આર્ટ સોસાયટીના ઉપક્રમે  ત્રિદિવસીય કચ્છ ગોવર્ધન કલા મહોત્સવ-2026નો સમાપન કાર્યક્રમમાં યોજાયો હતો. આ  વેળાએ અનેક કલાકારોને સન્માનિત કરાયા હતા. કચ્છના નામાંકિત ચિત્રકારો જેમણે કલા પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું એવા રસીદ ખાન (મડવર્ક) ભુજ, મેઘજીભાઈ ચારણ (જેકી)ગાંધીધામ અને ગાવિંદભાઈ ચાવડા રાજપૂત ખોંભડી નખત્રાણાને કલારત્ન એવોર્ડ સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવ્યો. કચ્છ ગોવર્ધન કલા મહોત્સવમાં રાજ્યભરના  કલાકારોએ  ભાગ લીધો.  ઉદ્ઘાટન સમારોહમાં કનૈયા સિજુ અને દીકરી ટ્રીશાએ  કથક  નૃત્યની કૃતિ પ્રસ્તુત કરી હતી. પ્રારંભમાં મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે ઉદ્ઘાટન બાદ  સમાપન સમારંભમાં પણ કલાકારોને સન્માનિત કરાયા હતા. હાર્મોની આર્ટ એન્ડ કલ્ચર સોસાયટી અંજાર દ્વારા ત્રણેય વિજેતાનું મેડલ અને પ્રમાણપત્ર  સાથે અભિવાદન કરાયુ હતું. નિર્ણાયક તરીકે ચંદ્રકાંત ફુલિયા (અરવલ્લી) , પ્રેમજીભાઈ આર. સોરઠિયા (અંજાર), ચિત્રમ રાજુલ (અમદાવાદ) અને મનોજ સુથાર (રાપર)એ સેવા આપી હતી. કાર્યક્રમમાં બિપિન સોની, જે. પી. પઢિયાર, નવીન સોની, કિશોર રાઠોડ, મનોજ સોની, હરેશ શેખા જેવા અનેક કલાકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આર્ટિસ્ટ વિભાગમાં પ્રથમ ક્રમે સુરંગી અલ્તાફ, બીજા ક્રમે સુરેશ ગાવિંદભાઈ મહેશ્વરી અને ત્રીજા ક્રમે સંજયાસિંહ ગોહિલ  આવ્યા હતા તેમજ સાત ચિત્રકારને આશ્વાસન રોકડ પુરસ્કાર  અપાયા હતા. વિદ્યાર્થી  વિભાગમાં પ્રથમ ક્રમે કોરડિયા જાનવી, બીજા  ક્રમે દિયા વિસરિયા, ત્રીજા ક્રમે બિંદુ ઠક્કર આવ્યા હતા. આ ઉપરાંત સમાપન કાર્યક્રમમાં કચ્છ કલારત્ન એવોર્ડ વિજેતા હસમુખ મચ્છર, વૃજલાલ બ્રહ્મક્ષત્રિય, ભરત આર. જોગી, વિનેશ ઠક્કર, માણેક ગઢવી, અલ્લાઉદ્દીન, કરમશીભાઈ ખોખર ઉપસ્થિત રહ્યા હતા.  સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ  કિશનભાઇ જોગુ, ઉપપ્રમુખ સુલેમાન સિરાજ, સુલતાન પી. સિરાજ, ગોપાલભાઈ સિજુ નરેશભાઇ મહેશ્વરી, સબીર કુંભાર, બલરામભાઇ મહેશ્વરી, ખેંગારભાઈ વિસરિયા, કાનાભાઈ આહીર, કાનજી સુથાર, સુભાન સિરાજ, ચંદ્રેશ ગોસ્વામી, રાજેશ આહીર, હરિશભાઇ આહીર, સુનિલ સિજુ, મોમીન મુસ્તાક વગેરેએ સેવા આપી હતી. 

Panchang

dd