• રવિવાર, 17 મે, 2026

માવતરની વિદાયના પાંચ દાયકા બાદ સ્મૃતિ યાદ રાખવાનું કાર્ય પ્રશંસનીય

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 6 : અહીંના જૂની પેઢીના વડીલ અને `કપાસિયા-તેલિયા રાજા' તરીકે સમગ્ર પંથકમાં જાણીતા સ્વ.ખટાઉ માવજીભાઈ ઠક્કરની 50મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા અંજારના ટાઉનહોલ ખાતે `પુણ્યપ્રિય સ્મરણ પર્વ'ની ભાવસભર ઉજવણી કરાઈ હતી. આ સ્મૃતિપર્વ નિમિત્તે સદ્ગતના સ્મરણમાં નવનિર્મિત સર્કલ તેમજ તેમનાં નામ પરથી માર્ગનું નામકરણ કરી તેમને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. - સંતો અને રાજ્યમંત્રીનું ઉદ્બોધન : આ પ્રસંગે મુખ્ય અતિથિ ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, `માવતરની વિદાયનાં 50 વર્ષ બાદ પણ તેમની સ્મૃતિઓને કાયમી રૂપે યાદ રાખવાનું આ ભગીરથ કાર્ય ખરેખર પ્રશંસનીય અને કાબિલેદાદ છે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પરિવારનો આ પ્રયાસ સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો બની રહેશે અને આ કાર્ય સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાને ચરિતાર્થ કરનારું છે. આ પ્રસંગે રામસખી મંદિરના મહંત  કીર્તિદાસજી મહારાજે  આશીર્વચનમાં રઘુવંશીઓમાં રહેલા ધંધાકીય સાહસિક સ્વભાવની સરાહના કરી હતી. વધુમાં તેમણે સ્વ.ખટાઉબાપાના સ્વભાવમાં વેપાર, વિશ્વસનીયતા અને વ્યાપકતાના જે મૂળભૂત ગુણો હતા તે તેમની પેઢીએ વર્તમાનમાં પણ ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યા હોવાનું જણાવ્યું હતું. - કાર્યક્રમનો ભક્તિમય પ્રારંભ  : પ્રારંભે ઉપસ્થિત અતિથિ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંત ભુજ કચ્છના કોઠારી  વિવેકમંગલ સ્વામી, બીએપીએસ કચ્છ ગ્રામ્ય વિસ્તારના નિર્દેશક સંત  સાધુ સ્નેહજીવન સ્વામી, કચ્છ બીએપીએસ કચ્છ મંડળના વિવિધ સંતો, કીતિદાસજી મહારાજ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, મહેન્દ્રભાઈ ચંદે, ચંદ્રકાંતભાઈ પલણ, યોગેશભાઈ જોશી, સુરેશભાઈ ઠક્કર સહિત વિવિધ સ્નેહીજનોના હસ્તે આરતી અને ધૂન કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું પરિવારના  જેઠાલાલ ખટાઉ, લવજીભાઇ ખટાઉ, કિશોરભાઈ ખટાઉ દ્વારા અભિવાદન કરાયુ હતું. - એઆઈ ટેક્નોલોજી થકી સદ્ગતના જીવનસંઘર્ષની ઝાંખી  : આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ સદ્ગત ખટાઉભાઈનાં જીવન પર આધારિત એ.આઈ. ટેક્નોલોજીની મદદથી નિર્મિત  ચલચિત્ર પ્રસ્તુત કરાયું હતું. આ વીડિયોનાં માધ્યમથી તેમના જીવનનો સંઘર્ષ, અથાર્થ પરિશ્રમ, ધંધાકીય વિકાસ અને સામાજિક સંબંધોની સુંદર ઝાંખી પ્રસ્તુત કરાવવામાં આવી હતી. `જીવન ધંધાથી નહીં, પોતાના સપનાઓથી બને છે' આ સુવાક્યને સ્વ. ખટાઉભાઈએ પોતાના જીવનમાં કેવી રીતે સાર્થક કરી બતાવ્યું તેની પ્રેરણાદાયી સમજ ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી. - પૌત્રનું ભાવુક ઉદ્બોધન : આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાથી ઉપસ્થિત  સદ્ગતના પૌત્ર  રવિભાઈ ઠક્કરે  સ્વાગત ઉદ્બોધનમાં અતિથિઓનું અભિવાદન કર્યું હતું. તેમણે ખટાઉ બાપાના જીવનમૂલ્યો, સદવિચારો, સાદગી, શિસ્ત અને નિયમિતતા વિશે વાત કરી હતી. પરદેશમાં વસવાટ હોવા છતાં તેમનો જીવ હંમેશાં પોતાના માદરે વતનમાં જ રહેલો છે તેવો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, પરદેશમાં વસતા સ્વ. ખટાઉભાઈના અન્ય પૌત્ર અને પૌત્રવધૂ સહિતના અન્ય પ્રિયજનોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ પાંચ વર્ષીય પરપૌત્ર પરમે પણ પરદાદાને શાબ્દિક શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. - જૂના મિત્રો અને સ્વજનોની ભાવવંદના : કાર્યક્રમમાં સદ્ગતના પારિવારિક સ્વજનો અને ધંધાકીય મિત્રોને સન્માનિત કરી સદ્ગતના જીવન સિદ્ધાંતો અને તેમની ધંધાકીય સૂઝબૂઝ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. ઠક્કર પરિવાર દ્વારા સ્વ. ખટાઉભાઈના નિકટના મિત્રો  ચંપાલાલ પારેખ, સુખરાજજી સંઘવી, મનસુખભાઈ શાહ, ડો. સનતભાઈ દવે, ભાનુકાંત લાલજી, પુષ્પાબેન શંકરભાઈ સચદે, જયકુમાર રાણા અને અરાવિંદભાઈ ચંદનનું સન્માન કરી વિશેષ ભાવવંદના કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ સ્વ.ખટાઉભાઇ માવજીભાઈ ઠક્કરના પ્રેરણાદાયી જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.  કૌશલ છાયા, કાજલ છાયા અને દક્ષ છાયા  તેમની સમગ્ર ટીમે ભક્તિમય સંગીતના સૂરો રેલાવ્યા હતા.કચ્છના સાંસદ  વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી, અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ડેનીભાઇ શાહઅંજાર શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઇ જેઠવા, વસંતભાઈ કોડરાણી, વૈભવભાઈ કોડરાણી, તેજસ મહેતા, હસમુખલાલ શાહ, હેમાંગભાઈ શાહ, કનકભાઈ ખંડોર, કનૈયાલાલ મડિયારએડવોકેટ સામતભાઈ ગઢવી, એડ. સંજયભાઈ દાવડા, એડ. મયૂર ઠક્કર, એડ. નવીન કાતરિયા, એડ. મેહુલ વ્યાસ, સુરેશભાઈ ઠક્કર (મુંબઈ), અંજાર લોહાણા સમાજ ના પ્રમુખ પિન્ટુભાઈ ઠક્કર, ડો. નૌશાદ ખત્રી, ડો. વીરેન્દ્ર ઝોટા, ડો. એમ.સી. ઠક્કર, ડો. મિહિર ઠક્કર, ડો. પરિમલ ધોળકિયા, જગદીશ માથકિયા, હિરેન સચદે,  (ભુજ), મહેન્દ્રભાઈ કોટક, ડો. ભુવનેશ દવે, દીપકભાઈ ઠક્કર, મનોજભાઈ આશરજિજ્ઞેશભાઈ દોશીઅશોકભાઈ પલણ, મીત માથકિયા, ભરત ઠક્કર, જયેશભાઈ રાજદે, મુકેશ સિંઘવી, સુધીરાસિંહ જાડેજા, પંકજભાઈ કોઠારી, સુનિલભાઈ જોબનપુત્રા, કાંતિલાલ શાહ (ગાંધીધામ), એડવોકેટ નિખિલ છાયા, દિનેશભાઈ છાયા, ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી સુરેશભાઈ ઠક્કર, ભુજના  એડવોકેટ બિપિનભાઇ ઠક્કર, નરેન્દ્રભાઈ સોમૈયા, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નિર્દેશક સંદીપભાઈ ડાભી, વેલજીભાઈ રાજગોર, કચ્છ લઘુમતી મોરચા ભાજપના પ્રમુખ અકીબ બાયડ, રશ્મિન ભીંડે તેમજ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા જિજ્ઞેશ સોમૈયા અને પુનિત પલણે જહેમત ઉઠાવી હતી. સંચાલન આશ્વી મજેઠિયા અને ધર્મેશ માણેકે અને આભારવિધિ પરિવારના કિશોરભાઈ ખટાઉ ઠક્કર અને રવિભાઈ ઠક્કરે કરી હતી. 

Panchang

dd