ગાંધીધામ, તા. 6 : કેન્દ્ર સરકાર દ્વારા નવા શ્રમ માળખાંની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર ફેડરેશન ઓફ કચ્છ
ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને સોસાયટી ઓફ હ્યુમન
રિસોર્સ પ્રોફેશનલ વડોદરાના ઉપક્રમે એક દિવસીય
સેમીનારનું આયોજન કરાયું હતું. નવા શ્રમકોડનું અસરકારક અમલીકરણ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે અને કામદારોની
સ્થિતિમાં સુધારો કરશે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્પર્ધાત્મક સ્થિતિને મજબૂત બનાવશે, તેવો સૂર આ કાર્યશાળા દરમ્યાન નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. - શ્રમ કાયદાની સમજ માટે વધુ સેમિનાર યોજાય : `ફ્રોમ કોમ્પ્લેક્સિટી ટુ ફ્લોરિટી ફોર લેબર કોડનું સીમલેશ ઈન્ટિગ્રેશન' વિષય ઉપર ગાંધીધામ ખાતે આયોજિત સેમિનારમાં સંબોધન
કરતા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ
આયોજનને બિરદાવ્યું હતું. શ્રમ કાયદાની સમજ
માટે આવા વધુ ને વધુ સેમિનાર થાય અને કચ્છ ગુજરાત વધુ મજબૂતીથી ઉત્પાદન ક્ષેત્રે આગળ
વધે તેવું તેમણે જણાવ્યું હતું. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું હતું કે,
એમ્પ્લોયર અને એમ્પ્લોઈ વચ્ચે હમેશાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે
અને નાનામાં નાના શ્રમિકોને પણ કાયદામાં રહેલી જોગવાઈઓથી વિશેષ ખ્યાલ રખાય તો આ શ્રમ કાયદા ભારતને વિકસિત ભારતની દિશામાં આગળ લઈ
જવામાં મદદરૂપ બનશે તેવું જણાવ્યું હતું. ઇલેક્ટ્રોથર્મના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરાંગ ચરણ રાઉતે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ઉદઘાટન સત્રની
આભારવિધિ શ્રીયમ પાવરના વાઈસ પ્રેસિડેન્ટ અશોક પુદીરે કરી હતી. વેલસ્પન કોર્પના વાઈસ
પ્રેસિડેન્ટ દિનેશ કાલાંત્રીએ સેમિનારના સંદર્ભ વિશે માહિતી આપી હતી. - ચાર શ્રમકોડનાં મહત્ત્વ ઉપર
ધ્યાન કેન્દ્રીત કરાયું : આ સેમિનારમાં ભારતના જટિલ શ્રમ કાયદાઓને સરળ બનાવવા, વ્યવસાય કરવા સરળતા વધારવા અને શ્રમિક કલ્યાણ સાથે સારી પાલન વ્યવસ્થા સુનિશ્વિત કરવા
માટે ચાર શ્રમકોડનાં મહત્ત્વ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. યશ પવાર, ડો. ધર્માંગ બક્ષી, સંજય સુથાર, પ્રેરક દેસાઈ અને રાજ્ય સરકારના સહાયક શ્રમ
આયુક્ત એમ.જે. સોનીએ વિવિધ સત્રમાં અમલીકરણના
પડકારો, પાલન પ્રક્રિયા, સુધારાના લાંબાગાળાના લાભો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. રૂચિર સોમેશ્વર
અને વિષ્ણુ કે. વિજયની ઉપસ્થિતિમાં યોજાયેલી સમૂહ ચર્ચામાં ઉદ્યોગ જગતના દૃષ્ટિકોણ
ઉપર પણ ચર્ચા કરાઈ હતી. ડો. એસ.કે. રાયજાદાએ ટેકનિકલ સત્રનું સંચાલન સંભાળ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અનેક કાયદાઓને એકત્રિત કરીને ચાર કોડમાં
સમાવવામાં આવ્યા છે તે એક મહત્ત્વપૂર્ણ સુધારો છે. આ સુધારો શ્રમ વહીવટમાં પારદર્શિતા,
એકરૂપતા અને કાર્યક્ષમતા લાવવા સાથે નોકરી દાતા અને કર્મચારી બંનેના
હિતોતું સંતુલન સુધાર થકી જળવાયું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. - શ્રમ કાયદા અંગેની જાણકારી
માટે મહત્ત્વપૂર્ણ મંચ : સેમિનારમાં રાજ્યના એમ.એસ.એમ.ઈ., મોટા
ઉદ્યોગો, કાનૂની નિષ્ણાતો, કન્સલ્ટન્ટ અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી
બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ જ્ઞાનખાધ દૂર કરવા અને પરિવર્તન માટે હિતધારકોને તૈયાર કરવા માટે મહત્ત્વપૂર્ણ
મંચ સાબિત થયો હતો. સેમિનારમાં ઉદઘાટન સત્રમાં
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, ફોકીઆના એમ.ડી.
નિમિષ ફડકે મંચસ્થ રહ્યા હતા. - કેબિનેટ, રાજ્યમંત્રીની શુભેચ્છા : શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય, સાંસદ
વિનોદભાઈ ચાવડા, જિલ્લા
ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ઈફકોના અનિરુદ્ધ વિક્રમસિંહ વિગેરેએ શુભેચ્છા પાઠવી હતી. સંચાલન જહાન્વીબેન
અને તોલાણી કોલેજના વિદ્યાર્થીઓએ સંભાળ્યું હતું. આયોજન ફોકીઆના મમતા વાસાણી,
શિવાની ભગત, વંદના વૈષ્ણવ, જીનિશા સદાણી, ભરત બારોટે સંભાળ્યું
હતું. આયોજનમાં ટીમ્સ કોલેજ-આદિપુરનો સહયોગ
રહ્યો હતો. - શ્રમ સંહિતાની જટિલતાને સરળ બનાવવા સેમિનારનું આયોજન : ગાંધીધામ, તા. 6 : શ્રમકોડને સમજવું માત્ર કાયદા સુધી મર્યાદિત નથી, પરંતુ તેના યોગ્ય અમલ સાથે પણ જોડાયેલું છે.
આ સેમિનાર જટિલતાઓને સરળ બનાવવા અને સરળ અને
ભવિષ્ય મુખી પાલન સુનિશ્ચિત કરવા માટે સેમિનારનું આયોજન કરાયું હોવાનું સોસાયટી ઓફ
હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ-વડોદરાના યશ પવારે જણાવ્યું હતું. જિંદાલ સોના સિનિયર જનરલ
મેનેજર રવીન્દ્રકુમાર પારીકે ઉદ્યોગના દૃષ્ટિકોણથી
આ પહેલે જટિલ નિયમાનાત્મક જોગવાઈઓને સરળ કરી
અમલીકરણના પડકારો અંગે સ્પષ્ટતા પ્રદાન કરી હોવાનું જણાવ્યું હતું. ટીમ્સના
ડાયરેક્ટર સંપદા કાપ્સેએ આ સેમિનારથી ચાર શ્રમ
સંહિતા ઉપર જાગૃતિ વધારવાનો ઉદ્દેશ પ્રાપ્ત થઈ શક્યો છે. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે જ્ઞાનનાં
આદાનપ્રદાન અને સહયોગ મોટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ રહ્યું હોવાનું જણાવ્યું હતું.