નખત્રાણા, તા. 6 : આ તાલુકામાં જિલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણીમાં
વિજયી સદસ્યોને સન્માનવા નખત્રાણા તાલુકા રઘવંશી સોશિયલ ગ્રુપ દ્વારા ગૌરવ સન્માન સમારોહ
યોજાયો હતો, જેમાં પાંચ વિજેતા સદસ્યને બિરદાવવામાં આવ્યા હતા.
સાંઇ જલારામ મંદિર સંકુલમાં જિલ્લા રઘુવંશી સોશિયલ ગ્રુપ તથા સ્થાનિક લોહાણા મહાજનના
પ્રમુખ રાજેશભાઇ પલણની અધ્યક્ષતામાં યોજાયેલા ગૌરવ સમારોહમાં નેત્રા જિ.પં.ની બેઠક
પર નેહાબેન રૂપારેલ, રવાપર તા.પં.ની બેઠક પર અશ્વિનભાઇ રૂપારેલ,
રસલિયા તા.પં.ની બેઠક પર કલ્પેશભાઇ સચદે, નખત્રાણા
નગરપાલિકા વોર્ડ-5 પર ભાવિન
પલણ તથા વોર્ડ-1 પર જાગૃતિબેન પલણનું બહુમાન કરાયું હતું.
શ્રી પલણે આ તમામને જ્ઞાતિનું ગૌરવ ગણાવી મતદાતાઓએ મુકેલ વિશ્વાસનું ઋણ ચૂકવવા પોતાના
વિસ્તારના લોકોની વિકાસકામોની અપેક્ષાઓ પૂર્ણ કરવા ધ્યાન દેવા અનુરોધ કર્યો હતો. મહામંત્રી
નીતિનભાઇ ઠક્કરે સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રાસંગિક વકતવ્યમાં મોટી વિરાણી લો.મ.ના
પ્રમુખ છગનલાલ આઇયાએ પ્રેમજીભાઇ ભવાનજી, મહેશભાઇ ઠક્કર, દરિયાશેઠ, દિનકરભાઇ
રૂપારેલ, કનૈયાલાલ સચદે
સહિતના મોભી જ્ઞાતિજનોને યાદ કર્યા હતા. જિલ્લા મહાજનના મહામંત્રી મહેન્દ્રભાઇ ગટ્ટાએ
સામાજિક ઉન્નતિમાં રાજકારણ સાથે સંપર્ક જરૂરી ગણાવ્યું હતું. પ્રતિભાવ આપતાં અશ્વિનભાઇ
રૂપારેલ, નેહાબેન રૂપારેલ, કલ્પેશભાઇ સચદે,
જાગૃતિબેન પલણ, ભાવિન પલણે જ્ઞાતિગંગા દ્વારા સન્માનિત કરાયા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
વિશનજી પલણ, મેહુલભાઇ દાવડા, પ્રાગજી અનમ,
નીતિન રાજદે, મહેન્દ્ર ગટ્ટા, અમીત પલણ, મિતેશ પલણ, જગદીશ પલણ,
સંદીપ પલણ, બ્રિજેશ પલણ, નિમેશ ઠક્કર, છગનલાલ આઇયા, નીલેશ
બાવલ, ભાનુબેન આથા, સંગીતાબેન ઠક્કર,
શીતલબેન આઇયા, હેતનબેન ઠક્કર, અલ્પાબેન કોઠારી, રશ્મિબેન ઠક્કર, હિનાબેન ઠક્કર, નીનાબેન ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નીતિન
ઠક્કર, આભારવિધિ જિજ્ઞેશ પલણે કરી હતી.