ભુજ, તા. 6 : ભારત સરકારના મહત્ત્વાકાંક્ષી
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજસ્થાન-કરૌલી જિલ્લામાં આવેલું મહાવીરજી રેલવે સ્ટેશન
હવે અનોખી ઓળખ સાથે ઊજાગર થયું છે. આ સ્ટેશન પશ્ચિમ મધ્ય રેલવે કોટા ડિવિઝન હેઠળ આવતું
મહત્ત્વપૂર્ણ સ્ટેશન છે. તાજેતરમાં વિકાસકાર્યોમાં આકર્ષણ કેન્દ્ર તરીકે સ્ટેશનનાં
પ્રાંગણમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમાની સ્થાપના ભારતભરમાં
રેલવે સ્ટેશનોમાં અખોખી પહેલ મનાય છે. આધુનિક
સુવિધા, આર્કિટેક્ચર અને આધ્યાત્મિકતાનું સંકુલ એવા
આ રેલવે સ્ટેશનને અન્ય કરતાં વિશિષ્ટ બનાવે છે. યાત્રાળુઓ માટે અહિંસાનું પ્રવેશદ્વાર
બનીને ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો અનુભવ કરાવતું
કેન્દ્ર બની રહ્યું છે તેવું મહેશ મહેતાએ જણાવ્યું હતું.