નખત્રાણા, તા. 6 : મૂળ નખત્રાણા-કચ્છના બ્રહ્મક્ષત્રિય
સમાજના પ્રતાપ શિવજી રાજાવાઢાના સેન ફ્રાન્સિસ્કો,
કેલિફોર્નિયા નિવાસી પુત્રી
કૃપાએ વિઝા આઇએનએસમાં સિનિયર એન્જિનીયરિંગ મેનેજર તરીકે પ્રમોશન મેળવીને નવી
સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કૃપા એક પ્રતિભાશાળી સ્પીકર તરીકે અનેક મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં
પોતાના વિચારો રજૂ કરી ચૂકી છે. તેની સિદ્ધિઓમાં ટેકનિકલ ઇનોવેશન એવોર્ડસ અને એક પેટન્ટનો
પણ સમાવેશ થાય છે. તેણીએ હાલ સાયબર સિકયોરિટી વૂમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકન પણ
મેળવ્યું છે.