ભીરંડિયારા, તા. 5 : આઝાદી મળ્યાના સાત દાયકા બાદ પણ બન્નીના પાસી વિસ્તાર તરીકે ઓળખાતા અંધૌ પાસે
આવેલું ખારીવાવ ગામ રસ્તાની સુવિધાથી વંચિત રહ્યું છે. આપાતકાલીન સ્થિતિ સમયે ગ્રામજનોને
પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે છે. ચોમાસાંમાં આ વિસ્તાર સંપર્કવિહોણો પણ બની જાય
છે. ગામના નિવૃત્ત અગ્રણી જુસબ સુલેમાન નોડેએ કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર પાકો રોડ
ન હોવાના કારણે ખાસ કરીને બીમારી સહિતની આપાતકાલીન સ્થિતિ સમયે હાલાકી વધુ વેઠવી પડે
છે. તંત્રવાહકો અને જન-પ્રતિધિઓને આ વાતની જાણે પડી ન હોય તેમ સમસ્યાના ઉકેલ તરફ કોઇ
ધ્યાન અપાતું નથી,
તેવો કચવાટ ઠાલવવામાં આવ્યો હતો.