નિરોણા
(પાવરપટ્ટી), તા. 5 : સાંપ્રત
સમયમાં સમૂહ શાદીમાં સમય અને નાણાંની બચત તો
થાય જ છે સાથે ગામડાંમાં આપસની લાગણી અને મહોબ્બત સાથે જોડાયેલા તમામ મજહબના લોકોમાં
કોમી એકતા પણ સલામત રહે છે તેવું અહીં પાવરપટ્ટી મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા આયાજિત
પ્રથમ સમૂહ શાદીમાં જોડાયેલા પાંચ દુલ્હા-દુલ્હનને નિકાહ પઢાવતા મૌલાના રાયમા સિધિકભાઈ
કંડલાવાળાએ જણાવ્યું હતું. પ્રથમ સમૂહ શાદીના જશ્નની શરૂઆત નિરોણા જામા મસ્જિદના મૌલાના
મન્સૂર હાલેપોત્રાએ કરાવી હતી. નિકાહમાં વકીલ તરીકે હાજી જુસબ હાજી સાલેમામદ કુંભાર
અને ગવાહ તરીકે આમદ હાજી અબ્દુલા અને હુશેન સલેમાન કુંભારે ફરજ અદા કરી હતી. કુંભાર
સમાજના અગ્રણીઓ હાજી રજાકભાઈ કુંભાર, હાજી ઈશાક ઈબ્રાહિમ કુંભાર, હાજી હસન
કુંભાર, હાજી મામદ બોલિયા,
હાજી મામદ કુંભાર, અલીમામદ કુંભાર, હાજી જુસબ કુંભાર, અયુબભાઈ કુંભાર, ગનીભાઈ કુંભાર, સાલેમામદભાઈ કુંભાર, મૌલાના રમજાન ઈલિયાસ, હારૂનભાઈ કુંભાર, ગની તાલબ કુંભાર, નૂરમામદ ખમીશા કુંભાર, હાજી રજાક કુંભાર ઉપરાંત પાવરપટ્ટીના ખારડિયા, લોરિયા,
સુમરાસર-શેખ, ઢોરી, લોડાઈ,
ઝીંકડી, ખાવડા, ધાણેટી સહિતની
કુંભાર સમાજ સાથે અન્ય મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું
આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી.
આયોજન બદલ આયોજકોને કચ્છ કુંભાર જમાત દ્વારા
અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. ઉંમર ઈસ્માઈલ કુંભાર, સુલેમાન
ઈસ્માઈલ કુંભાર, હાજી હાસમ કુંભાર, રમજુભાઈ
ઉમર કુંભાર, હારૂન અબ્દુલા કુંભાર, આધમ
મામદ કુંભાર, અનવર રમજુ કુંભાર, ગની હુશેન
કુંભાર, હાજી મામદ કુંભાર, રમજાનભાઈ કુંભાર,
સાલેમામદ કુંભાર, અબ્દુલ ઈબ્રાહિમ કુંભારે સહયોગ
આપ્યો હતો. સંચાલન હનિફભાઈ કુંભારે, જ્યારે આભારવિધિ કાદરભાઈ
કુંભારે કરી હતી.