ગાંધીધામ, તા. 5 : કચ્છના અગ્રણી અખબાર કચ્છમિત્રના ઉપક્રમે ગાંધીધામ ખાતે આયોજિત ત્રિ દિવસીય
એજ્યુકેશન એક્સ્પો 2.0માં અંતિમ દિવસે જુદી-જુદી શાળાના વિદ્યાર્થીઓએ વિભિન્ન પ્રકારની યુનિવર્સિટીના જુદા-જુદા અભ્યાસક્રમો
નિહાળ્યા હતા. કારકિર્દી પસંદગી માટે અપાયેલી તકો બદલ છાત્રો અને વાલીઓએ આભારની લાગણી
વ્યક્ત કરી હતી. - સવારથી
વિદ્યાર્થીઓની કતાર લાગી : શહેરના
ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એજ્યુકેશન એક્સ્પોના અંતિમ દિવસે સવારથી વિદ્યાર્થીઓની લાઈનો
લાગી હતી. છાત્રોએ પોતાનાં ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે યુનિવસિર્ટીઓના સ્ટોલ ઉપર
વિસ્તારપૂર્વક માહિતીઓ મેળવી હતી. - સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમ પસંદ કરો : આ ઉપરાંત
સવારના ભાગે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ
યોજાયો હતો, જેમાં શિક્ષણવિદોએ કહ્યંy હતું કે, વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં
રાખીને અભ્યાસક્રમોની પસંદગી જોઈએ. વર્ષોથી
ચાલતા એક જ પ્રકારના અભ્યાસક્રમમાં જવા કરતા
ચોક્કસ વિષય ઉપર પસંદગી ઉતારીને તે જ ક્ષેત્રમાં
આગળ વધવુ જોઈએ તેના ઉપર ભાર મૂકાયો હતો. શિક્ષણ જગતના તજજ્ઞોએ ધો.12 પછી કયા ક્ષેત્રમાં જઈ શકાય તેની
ઉંડાણપૂર્વક જ્ઞાન પીરસ્યુ હતું. આ ઉપરાંત
પોતાની પસંદગીના અભ્યાસક્રમમાં જવા પહેલાં જુદા-જુદા માપદંડોની ઉપર વિગતો આપી
હતી. - વિવિધ નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન : બે તબક્કામાં યોજાયેલા માર્ગદર્શન વ્યાખ્યાનમાં પારૂલ યુનિવર્સિટી, સાકરચંદ યુનિવર્સિટી વિસનગર,
નારાયણા કોચિંગ સેન્ટર,
કચ્છ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટીના નિષ્ણાતોએ
વિદ્યાર્થીઓને વિભિન્ન વિષયો ઉપર જ્ઞાન પીરસ્યુ હતું. અંતિમ દિવસે મોટી
સંખ્યામાં આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ એજ્યુકેશન
એક્સ્પોના સ્ટોલ ઉપર વ્યક્તિગત માર્ગદર્શન
પણ મેળવ્યુ હતું. મુખ્ય સંયોજક અદાણી યુનિવસિર્ટી અને સહસંયોજક સાકરચંદ પટેલ યુનિવસિર્ટીના
સહકાર સાથે આયોજિત આ કાર્યક્રમના અંતિમ દિવસે ભાગ લેનાર યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓનું
કચ્છમિત્રના આસિસ્ટન્ટ મેનેજેર હુસેન વેજલાણીની
ઉપસ્થિતિમાં સ્મૃતિચિહ્ન સાથે અભિવાદન કરાયુ હતું. વિદ્યાર્થીઓ-વાલીઓએ આયોજનને
ઉપયોગી ગણાવ્યું કચ્છના વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટે જાગૃતિ લાવવા અને
કારકિર્દી પસંદગીની મુંઝવણો ઉકેલવા માટે
કચ્છમિત્રના હાથ ધરાયેલા પ્રયાસને આવકારીને આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ
વાલીઓ અને છાત્રોએ આ પ્રકારનું આયોજન દર વર્ષે
કરવુ જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.