• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

સ્ટાર એર દ્વારા મુંદરાથી મુંબઈ, દિલ્હી, ગોવા, અમદાવાદ, સુરતની વિમાની સેવા બીજી એપ્રિલથી શરૂ

મુંદરા/ગાંધીધામ, તા. ૧૯ : ઔદ્યોગીક ઝડપી વિકાસ પામતા અને માંગના આધારે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, મુંદરાથી હવાઈ ઉડ્ડયન સેવાઓની વિધિવત્ શરૂઆત થઈ જશે. સાથે કચ્છની હવાઈ સેવામાં ભુજ અને કંડલા પછી ત્રીજું નગર મુંદરા જોડાઈ રહ્યું છે. ખાનગી એરલાઈન્સ કંપની દ્વારા નજીકના દિવસોમાં દેશની રાજધાની અને દેશની આર્થિક રાજધાની સહિતનાં પાંચ શહેરને જોડતી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. સ્ટાર એર દ્વારા સત્તાવાર રીતે તેના સોશિયલ હેન્ડલ પર જણાવાયું હતું કે, ભારતના સૌથી મોટા પોર્ટે મુંદરાથી દિલ્હી (હિન્દોન), અમદાવાદ, ગોવા (મોપા), મુંબઈ અને સુરતની હવાઈ સેવાઓ તુરતમાં શરૂ થઈ રહી છે. નોંધનીય છે કે, મુંદરાના વિશાળ અને આધુનિક એરપોર્ટ પરથી અત્યારે ખાનગી રીતે એર ટેક્સીના ચાર સીટર વિમાનની અમદાવાદ સાથે જોડતી સેવા હતી, પણ બહુ મર્યાદિત સેવા હતી. હવે વિધિવત રીતે મુંદરા નગર હવાઈ સેવાઓથી જોડાઈ જશે અને મુંદરા નગર તેમજ તાલુકા અને આસપાસના લોકોને તેમજ ખાસ કરીને વિવિધ કોર્પોરેટ જગતના અધિકારીઓને ભુજ કે ગાંધીધામ એરપોર્ટ સુધી જવું નહીં પડે. સ્ટાર એરના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ?.?. આગામી તા. એપ્રિલથી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. વિમાની સેવા માટે એમ્બ્રેર - .૧૭૫ એરક્રાફ્ટ ઉડાન ભરશે. ૭૬ સીટના એરક્રાફ્ટમાં ૧૨ બિઝનેશ ક્લાસની સીટ હશે, તેમાં વન બાય ટુની બેઠક વ્યવસ્થા હશે અને ૬૪ ઈકોનોમી સીટમાં બાય ૨ની બેઠક વ્યવસ્થા હશે. એરલાઈન્સ દ્વારા આગામી સપ્તાહે બૂકિંગ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ભુજ એરપોર્ટથી દિલ્હી, મુંબઈની વિમાની સેવા ચાલુ છે તેમજ સ્ટાર એરલાઈન્સની ભુજથી સુરતની ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ ઉડાન ભરે છે. કંડલાથી મુંબઈની એક વિમાની સેવા ચાલુ છે. હવે મુંદરાથી વિમાની સેવા શરૂ કરવામાં આવતાં કચ્છની વિમાની સેવાની ખૂટતી કડી પૂરી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તુણા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલ ડીપી વર્લ્ડ અગામી સમયમાં આકાર પામશે તેમજ દીનદયાલ પોર્ટ દ્વારા હાઈડ્રોજન હબ બનાવવાની દિશામાં અનેક મોટી કંપનીઓ દ્વારા પણ રોકાણ કરવામાં આવી રહ્યું છે. મુંદરાથી આસપાસ પણ અનેક ઓદ્યોગિક એક્મો ધમધમી રહ્યાં છે અને નવાં એકમો આવી પણ રહ્યાં છે, ત્યારે નવી વિમાની સેવાથી કચ્છના ઔદ્યોગિક જગતને સારી સુવિધા પ્રદાન થશે.

Panchang

dd