ગાંધીધામ, તા. 19 : શહેરના નાઈન બીમાં આવેલા એમ્યુઝમેન્ટ
પાર્ક ખાતે ચાર વર્ષથી બંધ અવસ્થામાં રહેલા યોગા હોલનો હવે વાણિજ્ય હેતુ માટે ઉપયોગ
કરવામાં આવશે. એજન્સીને સંચાલન સોંપીને પ્રસંગોપાત આ હોલને ભાડે અપાશે. આ ઉપરાંત 5D થિયેટર કે જે બન્યા પછી ખુલ્યું જ નથી, માત્ર બાલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન રહ્યું
હતું, તેને હવે યોગા હોલમાં તબદિલ કરવામાં આવશે અને તે માટેની
કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તત્કાલીન સમયની નગરપાલિકાના નેતાઓને અધિકારીઓની
ગંભીર બેદરકારીનાં કારણે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં
વિશાળ યોગા હોલ બનાવવામાં આવ્યો હતો. આ યોગા હોલ બની ગયા બાદ તેનો ઉપયોગ થયો નથી અને તાળું મારીને બંધ કરી દેવામાં
આવ્યો હતો. મહાનગરપાલિકા બની અને કમિશનર તરીકે મનીષ ગુરવાણી આવ્યા બાદ ગતિવિધિઓ શરૂ
થઈ હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સહિતના અધિકારીઓએ એમ્યુઝમેન્ટ પાર્કના
યોગા હોલ અને 5ઉ થિયેટર
અંગે નિર્ણય લીધો હતો. યોગા હોલને થોડા સમય પહેલાં જ એક સંસ્થાને યોગ માટે આપવામાં
આવ્યો હતો, પરંતુ હવે વહીવટી તંત્ર
દ્વારા અહીં વાણિજ્ય હેતુ સાર્થક કરવામાં આવી રહ્યો છે. યોગા હોલને પ્રસંગોપાત ભાડે
આપવામાં આવશે ને આ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે અને એજન્સીને સંચાલન
સોંપવામાં આવશે અને તેના થકીથી મહાનગરપાલિકાને સારી એવી આવક પણ થવાની સંભાવના છે. બીજી બાજુ 5ઉ થિયેટર માટે 50 લાખ રૂપિયાના ખર્ચે બાલ્ડિંગ
તૈયાર કરવામાં આવ્યું હતું અને 50 લાખ રૂપિયાના
ખર્ચે અંદર સાધન સામગ્રી વસાવવાની હતી, પરંતુ ઇમારત બની ગયા પછી તેને પણ તાળું મારી દેવામાં આવ્યું હતું અને હવે આ
ઇમારત યોગા હોલમાં તબદીલ કરવામાં આવી છે અને હાલના સમયે તેમાં કલર કામગીરી કરવામાં
આવી રહી છે. - પાર્કમાં શોચાલયની સ્થિતિ સુધારાશે : એમ્યુઝમેન્ટ પાર્કમાં શૌચાલયનું માત્ર બાલ્ડિંગ છે. અંદરનાં
સંસાધનો તૂટેલી અવસ્થામાં છે. લોકો તેનો ઉપયોગમાં કરી શકે તેમ નથી. યોગા હોલ અને થિયેટર
બાબતે નિર્ણય લીધાની વાતને સમર્થન આપીને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ શૌચાલયની
સ્થિતિ પણ સુધારવામાં આવશે અને આગામી સમયમાં જે ફેરબદલ કરવા પડશે તે બાબતે વહીવટી તંત્ર
દ્વારા નિર્ણય લેવામાં આવશે, તેમ જણાવ્યું
હતું.