• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

રવિભાણ સંપ્રદાયે ભક્તિમાર્ગે આઝાદીની પીઠિકા તૈયાર કરી

રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા.  10 : અહીંના ચારણી સાહિત્યકાર સંત વજા ભગતની નિર્વાણતિથિ નિમિત્તે રવિભાણ સંપ્રદાયને આઝાદીની પીઠિકા તૈયાર કરનાર સમૂહ ગણાવાયો હતો. સંતવાણી, અનુષ્ઠાન સાથે સંત શાંતિદાસજી મહારાજની સાધુવંદના કરાઇ હતી અને દેવરાજ ગઢવી, બિરજુ બારોટનું સન્માન કરાયું હતું. સ્વામી શાંતિદાસજી મહારાજ (મોટી વિરાણી)ને સંતની પદવી પ્રાપ્ત થવા બદલ કાઠડા રામકૃષ્ણ કુટિર ખાતે ભાવિક સમુદાયે કચ્છી પાઘ, શાલ અને સ્મૃતિભેટ અર્પી વિશેષ વંદના કરી હતી. હિંગરિયા હરિસાહેબ બાપુ જગ્યાના મહંત કલ્યાણદાસજી બાપુ, રાજડા ટેકરી મહંત અર્જુનનાથજી બાપુ, બાલકનાથજી, જગજીવનદાસજી, મુકુંદદાસજી, કિશોરદાસજી, ભરતદાસજી, બ્રહ્માનંદજી, દિલીપ મારાજ, મૂલગિરિ, ભરતનાથ, થારૂ ભગત, ધનબાઇ મા, ખીમશ્રી મા, લાછબાઇ મા, પંજા મા, નાથી મા સૌને ઝૂંપડીના સંચાલક વિરમબાપુએ આવકાર સન્માન આપ્યું હતું. સમાધિપૂજન, હવન, મહાપ્રસાદ અને આખો દિવસ સંતવાણી અરજણ ગઢવી, સામરા ગઢવી, પાર્થ ગઢવી, જગદીશ ગઢવી, જય ગઢવી, નાનોડેરો, બિરજુ બારોટે રજૂ કરી હતી. બેન્જોવાદક ધીરજસિંહ અબડા, અરજણ કાનાણીનું સન્માન કરાયું હતું. પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, અખિલ કચ્છ ચારણ સમાજ પ્રમુખ દેવરાજ ગઢવી, વિજય ગઢવી, મંદિરના દાતા કાનજી રાબડિયા `રાજકુમાર', ધારાશાત્રી દેવરાજ ગઢવી, ચારણ સમાજ ઉપપ્રમુખ દેવરાજ હરિભાઇ ગઢવી, કેવલ ગઢવી, કૈલાસદાન ગઢવી, બટુકસિંહ જાડેજા, મહેન્દ્ર ગઢવી, પૂર્વ જિ.પં. આરોગ્ય ચેરમેન નવીનભાઇ પાંચાણીઅગ્રણી રવજી કેરાઇ, દાતા નીતિન કેરાઇ, સવિતાબેન કેરાઇ દંપતી, ભરતગિરિ ગોસ્વામી, અરવિંદ ગઢવી, મૂળરાજ ગઢવી, મુલેશ દોશી, હીરજી કારાણી, શાંતિલાલ ગણાત્રા, ડાહ્યા ગઢવી, વિરમ ગઢવી, દેવાંગ ગઢવી, આશાનંદ ગઢવી, કરસન ગઢવી, મહિદાન ગઢવી, હરિ ગઢવી, દીપક ગઢવી સહિતના અનેક સામાજિક-રાજકીય આગેવાનો જોડાયા હતા. 37મી તિથિ પ્રસાદદાતા જીવણભાઇ લક્ષ્મણ કાનાણી, 38મીના સ્વ. દેવાયત ગોપાલ કાનાણી પરિવાર, 39ના સ્વ. રામબઇબેન પબુ ગઢેરા હસ્તે શિક્ષક વિશ્રામભાઇ, 40 તિથિના લધાબાપા પરિવાર (રાયણ), 41મીના મેઘબાઇબેન મેઘરાજ લાખાણી પરિવાર જાહેર કરાયા હતા. કુટિરના સૌ ભાવિકગણે આયોજન-વ્યવસ્થા કર્યા હતા. પરિસરને સજાવાયો હતો. વર્તમાન સમયે કાઠડા ગામના સર્વે ધાર્મિક સ્થળો સુવિધા પામી રહ્યા છે. ઘણાનો જીર્ણોદ્ધાર કે પુન:નિર્માણ કરાવાયું છે તે પૈકી ઘણા સ્થળોનાં સર્જનમાં વજા ભગતનો પ્રત્યક્ષ પુરુષાર્થ હોવાનો ગુણાનુવાદ તિથિ પ્રસંગે કરાયો હતો. રામકૃષ્ણ પરમહંસ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાઓ અહીં છે. તેમ છતાં વજા ભગતની ઝૂંપડી ભક્તિમાર્ગીય ભાણ સંપ્રદાયની જાગતિ જગ્યા છે એ નાતે મોટી વિરાણીના સંતનું સન્માન અત્રે સામેલ કરાયું હતું. ચારણ કન્યાઓએ વિભૂષિત દાસજીનું પૂજન કરી ચારણી આશીર્વાદ આપ્યા હતા. સંકલન દેવાંધ વિઝાણી, વસંત પટેલે કર્યું હતું. 

Panchang

dd