ગાંધીધામ, તા. 9 : કંડલાથી સામખિયાળી છ માર્ગીય
રસ્તા ઉપર ચડવા અને ઉતરવા માટે વહીવટીતંત્ર ધ્વારા ડીપીએ પ્રશાસન
કચેરીના પાસેના સર્વિસ રોડ સહિત બંને બાજુ
એ વધારાના કટ મુકવામાં આવ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે. હાલમાં ગાંધીધામ થી સામખિયાળી તરફ જવા માટે
રેલવે ઓવરબ્રીજ પહેલા એક કટ અપાયો છે. આ સ્થળે ટ્રાફિક સમસ્યા સર્જાતા અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવી પડતી હતી. આ છ માર્ગીય રસ્તા ઉપર ગાંધીધામ થી જવા અને ઉતરવા માટે ઓછા કટ હોવાના કારણે
વાહન ચાલકોને લાંબો ફેરો પડતો હતો. જેને લઈને વધારાનો કટ આપવા લાંબા સમયથી માંગણી કરાઈ
હતી. હાલમાં ડીપીએ પ્રશાસન કચેરી પાસે આવેલા ઓવરબ્રીજ ઉતરતા વહીવટીતંત્રએ બંને બાજુએ એઁન્ટ્રી અને એકઝીટની
વધારાના કટ મુકાયા હતા. આ સ્થળેથી નવા વર્ષના
પ્રારંભે થી વાહન વ્યવહાર ચાલુ થયો છે. નોંધપાત્ર છે કે આ કટ પાસે જ નવ નિર્મિત
આધુનિક બસ પોર્ટ બની રહયુ છે. અહીં બસ
સ્ટેશન શરૂ થયા બાદ એસ.ટી. બસો સીધી
મુખ્ય રોડ ઉપર ચડી શકશે તેવુ માહિતગારોએ જણાવ્યુ હતું. ઈફકો ઓફિસર્સ એસોસિએશ
ધ્વારા છ માર્ગીય ધોરીમાર્ગ ઉપર વધારાનો કટ આપવાની માંગ સાથે પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ
આહીર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.જેને લઈને શ્રી આહીર ધ્વારા રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી
નિતીનભાઈ ગડકરી સમક્ષ રજૂઆત કરી હતી. જેના હકારાત્મક પરીણામ સાંપડયા હતા. ઈફકો ઓફિસર
એસોના મહામંત્રી રાજેશ ગઢવી સહિતના ધ્વારા પૂર્વ રાજયમંત્રી શ્રી આહીરનો આભાર વ્યકત કર્યો હતો.