મુંદરા તા. 8 : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા સંચાલિત મુંદરા
બંદરે ડિસેમ્બર 2025માં અસાધારણ
પરિણામો હાંસલ કર્યાં છે. ગત ડિસેમ્બરમાં મુંદરા પોર્ટે અનેક સંચાલકીય વિક્રમો તોડયા
અને રાષ્ટ્રીયસ્તરે પ્રશંસા પ્રાપ્ત કરી હતી. મુંદરા બંદરના એલપીજી ટર્મિનલે 208,104 મેટ્રિક ટનની આયાત અને 194,303 મેટ્રિક ટનની ડિસ્પેચ નોંધાવી
છે. આ ઉત્કૃષ્ટ કામગીરીએ ભારતની ઊર્જા પુરવઠા શૃંખલામાં મુંદરા પોર્ટની મહત્ત્વપૂર્ણ
ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે. વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ
ઇકોનોમિક ઝોન લિ. ભારતના સૌથી મોટા ખાનગી વાણિજ્યિક બંદર મુંદરા પોર્ટનું સંચાલન કરે
છે. બંદરની સફળતામાં આધારસ્તંભ એવી સલામતી બાબતની વાત કરીએ, તો ડિસેમ્બરમાં એલપીજી ટર્મિનલે એક પણ લોસ્ટ
ટાઇમ ઇજા વિના 1.5 મિલિયન મેન-અવર્સનો
સફળ ઉપયોગ કર્યો. આ સલામત અને કાર્યક્ષમ કામગીરી પોર્ટની કાર્યદક્ષતાને ઉજાગર કરે છે.
રેલવે વિભાગે જઙછઇંએ 153,950 ઝઊઞત
(657 ટ્રેનોમાં)નું પ્રોસાસિંગ કરીને
એક નવો થ્રુપુટ રેકોર્ડ બનાવ્યો, જે ઓક્ટોબર
2025માં નિર્ધારિત 153,150 ઝઊઞત (643 ટ્રેનો)ના તેના અગાઉના લક્ષ્યને
વટાવી ગયો. મુંદરા પોર્ટે રેલવે સેવાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ડિસેમ્બરમાં
સૌથી વધુ સંખ્યામાં ડબલ સ્ટેક કન્ટેનરનું સંચાલન પ્રાપ્ત કર્યું, જેમાં 943 રેક (394 નિકાસ, 549 આયાત) અને
કુલ 0.50 લાખ ઝઊઞત ને હેન્ડલ કર્યા.
આ સિદ્ધિ ઓક્ટોબર 2025માં 912 રેક અને 0.51 લાખ ઝઊઞતના અગાઉના રેકોર્ડને
વટાવી ગઈ. એકંદરે આયાત-નિકાસના વિગતવાર આંકડાઓ પણ પોર્ટની કામગીરીમાં નોંધપાત્ર વૃદ્ધિ
દર્શાવે છે. નિકાસ ઓક્ટોબરની 342 રેકથી વધીને
ડિસેમ્બરમાં 394 રેક થઈ, જ્યારે આયાત 570 રેકની સરખામણીમાં 549 રેક જોવા મળી. મુંદરા પોર્ટનાં સન્માનમાં વધુ એક તાજ
એનાયત થયો. 19 ડિસેમ્બરના ગાંધીધામ ખાતે એક્ઝિમ સ્ટાર એવોર્ડ્સ 2025માં `પોર્ટ ઓફ ધ યર - કન્ટેનરાઇઝ્ડ કાર્ગો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.