• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કચ્છીનાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકની જાહેરાત

ગાંધીનગર, તા. 2 : ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે કચ્છી ભાષામાં પ્રકાશિત થયેલા શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિકો જાહેર કરવામાં આવ્યા છે.  કચ્છી ભાષા અને સાહિત્યને ઉત્તેજન આપવા અને કચ્છની નવી પેઢી કચ્છી ભાષા સાહિત્યને જાણે અને માણે તે હેતુથી કચ્છી સાહિત્ય અકાદમી દર વર્ષે વિવિધ વિભાગ શ્રેણીમાંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી સાહિત્યકારોને પ્રોત્સાહિત કરે છે, જેમાં પ્રૌઢ વિભાગ- ટૂંકી વાર્તા ક્ષેત્રે હસમુખ અબોટીનું `ગાજુસ' (પ્રથમ), નેણશી ભાનુશાળી લિખિત `રતે તરાજી પારતા..' (દ્વિતીય), છાયા શાહનાં `સુખડી' પુસ્તકને (તૃતીય), કવિતા વિભાગમાં પબુ ગઢવીનું `િસજ્યા કણ કુનીમેં' (પ્રથમ), જયેશ ભાનુશાલીનું `સાઈયું' (દ્વિતીય), ડો. કાશ્મીરા પરેશ મહેતાનું `રૂભરૂ' (તૃતીય), જીવનચરિત્ર શ્રેણીમાં ડો. પૂર્વી ગોસ્વામીના `િમઠે મુલકજ્યું બાઈયું'ને પ્રથમ પુરસ્કાર, અનુવાદ શ્રેણીમાં ડો. કાંતિ ગોરનાં `િત્રપથગા'ને પ્રથમ અને કૃપા નાકરના `ટપાલ' પુસ્તકને દ્વિતીય પુરસ્કાર જાહેર કરાયો હતો. કચ્છી ભાષાની સર્જનાત્મકતા સતત વિકસી રહી છે. આ કૃતિઓમાં કચ્છની સંસ્કૃતિ, ભૂગોળ, સંવેદનાઓ અને સર્જનાત્મક અભિવ્યક્તિ ઝળહળી ઊઠી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રાસિંહ જાદવ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ટૂંક સમયમાં પારિતોષિક વિતરણ સમારંભ યોજાશે.

Panchang

dd