• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મથલ ડેમ વિસ્તારમાં માછીમાર પક્ષી બાજ દેખાયું

મોટી વિરાણી, તા. 2 : કચ્છનાં વિશાળ રણ અને પાણીવાળા વિસ્તારો વચ્ચે, જ્યાં કુદરતનું સંતુલન બન્ને જગ્યા ભરે છે, ત્યાં `માછીમાર' પક્ષી બાજનાં દર્શન થયાં છે. આ પક્ષી નખત્રાણા તાલુકાનાં મથલ ડેમ વિસ્તારમાં વન વિભાગના ધીરજભાઈ વાઘેલાએ જોયું હતું. બાજ એ વ્યાપક શિકારી પક્ષી છે, જે એન્ટાર્કટિકા ખંડ સિવાયના તમામ મહાદેશોમાં જોવા મળે છે. તેનું વજન 1.5થી 2 કિલોગ્રામ સુધીનું હોય છે, જ્યારે ઊડતી વખતે તેની પાંખોનો ઘેરાવો 1.5થી 1.8 મીટર સુધી થઈ જાય છે. આ પક્ષી ગુજરાતમાં તે મોટા પાણીના સ્ત્રોતો જેમ કે તળાવો, નદીઓ અને ડેમો આસપાસ વારંવાર દેખાય છે. કચ્છ જેવા વિસ્તારોમાં તેનાં દર્શન વારંવાર થાય છે. આ પક્ષી હવામાં 10-40 મીટરની ઊંચાઈથી ઊડતું પાણી પરથી માત્ર એક મીટર ઊંચાઈથી કૂદકો મારી પંજાથી માછલીને પકડી લે છે. વનરક્ષક ધીરજભાઈ વાઘેલા જેમણે આ તસવીર પહેલી વખત કેદ કરી છે તેઓ કહે છે કે, મથલ ડેમ જેવા વિસ્તારોમાં બાજનું આગમન કુદરતની સમૃદ્ધિ દર્શાવે છે.

Panchang

dd