ખાવડા, તા. 2: દત્ત
જયંતિ અવસરે કચ્છના પ્રખ્યાત કાળા ડુંગર પર થનાર ઉજવણી સંબંધી ભુજમાં રામ દરબાર પાસેથી
પદયાત્રાનો પ્રારંભ સંતો અને અગ્રણીઓના હાજરીમાં કરાયો હતો. રામરોટી કેન્દ્રના લીલાધરભાઇ
ઠક્કર અને તેમની ટીમ દ્વારા સૌને આવકાર અપાયો હતો. આ પદયાત્રા લોરીયા ખાવડા થઈને બુધવારે
રાત્રે કાળા ડુંગર પર પહોંચશે જ્યાં આરાધી વાણીનો કાર્યક્રમ યોજાયો છે. અહીં ત્રણ દિવસ
માટેની કકરવાના બ્રહ્મલીન સંત કૈલાશપુરીજીના શિષ્ય મંડળ દ્વારા ભંડારો શરૂ કરાયો છે, જેમાં સવારે ચા નાસ્તો ફરાળ અને બંને ટાઈમ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
અત્રે એ નોંધનીય છે કે તેમના તરફથી છેલ્લા બે દાયકાથી આ સેવા અહીં અપાય છે. પદયાત્રાના
પ્રારંભે સંઘના સંઘચાલક હિંમતાસિંહજી વસણ, પ્રાંત સેવા પ્રમુખ
નારાયણભાઈ વેલાણી, વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી ઉપરાંત દત્ત
મંદિર સમિતિના બાલકૃષ્ણભાઈ ઠક્કર, શશીકાંતભાઈ કેસરિયા,
વિષ્ણુભાઈ કેસરિયા, પ્રાણલાલ ઠક્કર, મહેશભાઇ રાજદે, પ્રવિણભાઇ તન્ના, નટવરલાલ રાય કુંડલ ઉપસ્થિત રહ્યાં હતાં. યાત્રામાં પીવાના પાણી અને પ્રાથમિક
સારવારની સુવિધા સાથે પ્રવીણભાઈ પુજારા અને દિનેશભાઈ ગજજર સાથે જોડાયા છે.