• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

સપ્ટેમ્બર મહિનામાં રેલવેને સર્વાધિક 806 કરોડની આવક

ગાંધીધામ, તા. 2 : રેલવેના અમદાવાદ ડિવિઝને એક મહિનામાં ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર વૃદ્ધિ સાથે વિવિધ ક્ષેત્રે આવકમાં રેકોર્ડ કરીને 806.68 કરોડની આવક મેળવી છે, જેમાં ગાંધીધામ એરિયાનો મહત્તમ ફાળો રહ્યો છે. આ ઉપરાંત  બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી કચ્છમાંથી રેલવેની આવકમાં વૃદ્ધિ થઈ છે. રેલવેનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ નવેમ્બર મહિનામાં અમદાવાદ ડિવિઝને 15.88 ટકાની વૃદ્ધિ સાથે 800 કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી છે. 800 કરોડની આવકમાંથી માલ પરિવહનની જ આવક 628.68 કરોડ છે, જે ગાંધીધામ એરિયાએ રળી આપી છે. આવકની દૃષ્ટિએ ચાલુ નાણાંકીય વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે. ગત વર્ષે નવેમ્બરમાં 554.65 કરોડની આવક થઈ હતી. તેની સામે ચાલુ નાણાંકીય વર્ષની સરખામણીએ 13.35 ટકાની વૃદ્ધિ ગાંધીધામ એરિયાએ મેળવી છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના અવિરત પ્રયાસોથી અમદાવાદ ડિવિઝનના પાંચ માલવાહક ટર્મિનલ દ્વારા સર્વાધિક માલ પરિવહન આવક નોંધાવી છે. પાંચ પૈકી અબડાસા તાલુકાના સણોસરા માલ ટર્મિનલ ખાતેથી એક મહિનામાં 9.62 કરોડ અને શિરવા માલ ટર્મિનલમાંથી 11.37 કરોડ સહિત 20 કરોડની આવક રેલવેને થઈ છે. નવી કોમોડિટીમાં ગાંધીધામથી આજરા રેલવે માર્ગે મિશ્રિત માલની રેક લોડ કરવામાં આવી હતી. તેના સંચાલન થકી 85.75 લાખની આવક ગાંધીધામ એરિયાને મળી હતી. આ ઉપરાંત અબડાસા તાલુકાના સણોસરાથી નાગદા અને ગઢવા રોડ ખાનગી સાઈડિંગ માટે  ઔદ્યોગિક મીઠાંની ચાર રેક લોડ કરાતાં 2.34 કરોડની આવક, કંડલા પોર્ટ અને કંડલા પોર્ટ ડોક રેલવે ટર્મિનલમાંથી ખાતરની બાર રેકમાંથી છ રેક લોડ કરીને  5.30 કરોડની આવક રેલવેએ મેળવી હતી. આ ઉપરાંત સણોસરાથી બેન્ટોનાઈટની બે રેક  બૂસ્ટ વેગનમાં રંગાણી (પૂર્વ તટીય રેલવે) અને કરિગુનજરૂ (દક્ષિણ પશ્ચિમ રેલવે) માટે લોડ કરાયા, તેના થકી 1.30 કરોડની આવક મેળવી હતી. ટિકિટ ચેકિંગની કામગીરી અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, પાલનપુર, સાબમતી ખાતે કરાઈ હતી. તેમાંથી 2.35 કરોડની આવક મેળવી હતી. હજુ આગામી સમયમાં રેલવેની હજુ પણ માળખાંકીય સુવિધાઓ વિકસી રહી છે. આગામી સમયમાં આ અંાકડો અનેક ઘણો ઊંચો પહોંચશે.

Panchang

dd