ગાંધીધામ, તા. 2 : ગાંધીધામ
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ આદિપુર બસ સ્ટેન્ડથી લઈને કોલેજ સર્કલ સુધી માર્કિંગ
કરીને 150ને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે
નોટિસ આપવામાં આવી છે. તોલાણી કોલેજથી લઈને આદિપુર બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ સતત વ્યસ્ત
રહે છે, અહીં વ્યાપક વાહનોની અવરજવર કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય
લોકોનું પરિવહન રહે છે. દબાણોના કારણે વ્યાપક ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે.
લાંબા સમયથી ફરિયાદો હતી તે પછી આ કાર્યવાહી થઈ રહી છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં
લગભગ વિસ્તારોમાં મોટાપાયે અતિક્રમણો છે, તેના કારણે ટ્રાફિકની
સમસ્યા તો સર્જાય જ છે, પરંતુ માર્ગો સાવ સાકડાં થઈ ગયા છે. આપાતકાલીન
પરિસ્થિતિમાં ફાયર ફાઈટર કે અન્ય કોઈ સાધન જઈ શકે તેમ નથી, કોઈ
વ્યવસ્થિત કામગીરી થઈ શકે તેમ નથી, અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી
છે, દબાણો મોટા પાયે નડતરરૂપ બન્યા છે. મ્યુનિસિપલ કમિશનર તરીકે
મનીષ ગુરવાણી આવ્યા બાદ તેમણે પ્રથમ કાર્યવાહી દબાણ ઉપર કરી છે. અત્યાર સુધીમાં એક
હજારથી વધુ દબાણ તોડી પાડયાં છે. બે નવા પાર્કિંગ પ્લોટનું નિર્માણ થયું છે,
શૌચાલય બનાવવામાં આવી
હ્યા છે, માર્ગોના કામ શરૂ થયા છે પણ હજુ ગાંધીધામ આદિપુર બંને શહેરમાં
દબાણો નડતરરૂપ છે. સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. થોડા દિવસ દબાણો હટાવવા અને નોટિસો આપવાની કામગીરી
બંધ કરી હતી વિરામ લીધો હતો, પરંતુ ફરીથી કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે. આદિપુર કોલેજ સર્કલથી લઈને મદનાસિંહ સર્કલ અને ત્યાંથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધી
માર્કિંગ કરીને 150 દબાણકારને
સમય મર્યાદાની અંદર સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ આપી છે. જો લોકો સ્વેચ્છાએ
દબાણ દૂર નહીં કરે, તો મહાનગરપાલિકા દ્વારા બુલડોઝરથી
કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીધામમાં હજુ પણ લગભગ માર્ગો ઉપર દબાણો છે, તો આદિપુરમાં પણ મોટાભાગના વિસ્તારોના માર્ગો ઉપર વ્યાપક દબાણો છે મહાનગરપાલિકાના
વહીવટી તંત્ર દ્વારા ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવી
જોઈએ અને માર્ગોને ખુલ્લા કરવા અત્યંત જરૂરી ના આવશ્યક છે હાલના સમયે મંથરગતિએ કામગીરી
થઈ રહી છે, તેમાં ગતિ લાવવી અત્યંત જરૂરી છે અને તો જ ગાંધીધામ
આદિપુર જોડિયા શહેરોના માર્ગો દબાણ મુક્ત થશે.