• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ધાવડાથી માજીરાઈ રસ્તાનું કામ પુન: શરૂ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 1 : તાલુકાનાં ધાવડાથી માજીરાઈ માર્ગનું કામ પુન: શરૂ થતાં આ વિસ્તારના લોકોમાં ખુશી વ્યાપી હતી. ભડલીના માજી સરપંચ ગુલામભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભડલી, આણંદસર, મોરજર, રાણારા સહિતના 10 ગામને જોડતા ધાવડાથી માજીરાઈનું રસ્તાકામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. જેને કારણે 10 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆત બાદ રસ્તાનું કામ પુન: શરૂ થતાં ગામલોકોએ સાંસદ, ધારાસભ્ય તથા માર્ગ-મકાન વિભાગનો આભાર માન્યો હોવાનું શ્રી મકવાણાએ યાદીમાં ઉમેર્યું હતું.

Panchang

dd