માંડવી, તા. 1 : અહીંની
અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટીનાં કાર્યાલયની ઉપર તાજેતરમાં 18થી 45 વર્ષની
મહિલાઓ માટેના રેઝિન આર્ટના વર્ગ ઇ.ડી.આઇ.આઇ. - અમદાવાદ (આંતર પ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ
ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા) તથા માંડવીના શ્રી
ક્લાસીસના સહયોગથી 26 દિવસ માટે શરૂ કરાયા હતા. સેવા
મંડળના પ્રમુખ અશોકભાઇ શાહે દીપ પ્રગટાવીને, તાલીમ વર્ગને ખુલ્લો મૂક્યો હતો. સ્વાગત
પ્રવચન કરતા એમ.એસ.ડી.પી. પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર દેવાંગભાઇ સોમપુરાએ આવકાર આપી ઇ.ડી.આઇ.આઇ.
(અમદાવાદ)ની વિવિધ સેવાકીય પ્રોજેક્ટની માહિતી આપી હતી. એવોર્ડ વિજેતા દિનેશભાઇ શાહ,
નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઇ જી. શાહ,
માંડવી સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ પિનાકિનીબેન રાહુલભાઇ સંઘવી,
આરોહણ પ્રોજેક્ટ બિદડાના મેનેજર આનંદભાઇ નંદાણિયા, વી.આર.ટી.આઇ.ના વિપુલભાઇ ઠક્કર અને શ્રી ક્લાસીસના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઇ
પરમાર મંચસ્થ રહ્યા હતા. 90+ આર્ટના
નિષ્ણાત ટ્રેનર / એક્સપર્ટ ભૂમિબેન દુબલ (મુંબઇ) દ્વારા રેઝિન આર્ટ ક્લાસીસની ફી રૂા.
25,000થી 30,000 હોય છે. જે ઇ.ડી.આઇ.આઇ. (અમદાવાદ) અને માંડવીના શ્રી
ક્લાસીસના સૌજન્યથી તે નિ:શુલ્ક શીખવવામાં આવનારું હોવાનું ક્લાસીસના સંચાલિકા કલ્પનાબેન
રાજેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતું. રેઝિન આર્ટ શીખવા માટેની તમામ વસ્તુઓ પણ ઇ.ડી.આઇ.આઇ.
(અમદાવાદ)ની સંસ્થા તરફથી આપવામાં આવશે. તાલીમાર્થી બહેનોમાંથી શ્રેયા વર્ધમાન મહેતા, રિદ્ધિબેન ભંડારી, અંકિતાબેન શાહ, જિમીબેન શાહ અને ઝરણાબેન શાહે પોતાના પ્રતિભાવમાં ક્લાસ શરૂ કરવા બદલ સંસ્થાનો
આભાર માન્યો હતો. સંચાલન દેવાંગભાઇ સોમપુરાએ કર્યું હતું, જ્યારે
કલ્પનાબેન પરમારે આભારદર્શન કર્યું હતું. વિજયભાઇ વણકર સહયોગી રહ્યા હતા.