• શનિવાર, 15 નવેમ્બર, 2025

વનસ્પતિ શાસ્ત્રનાં સંશોધન બદલ કચ્છી યુવકને એવોર્ડ

કુકમા, તા. 14 : કુકમાના યુવાન વિવેક ચૌહાણે વનસ્પતિ શાસ્ત્રમાં કરેલાં સંશોધનપત્ર રજૂ કરી ર60 સ્પર્ધક પૈકી એવાર્ડ જીતી છેક મેઘાલયમાં કચ્છનું નામ આગળ કર્યું હતું. ભારતીય વનસ્પતિ શાસ્ત્ર મંડળે ભારતમાં વનસ્પતિ વિજ્ઞાનના અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા, ઈઝરાયલ, જાપાન, બ્રાઝિલના વનસ્પતિશાસ્ત્ર વિષયના વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા. ઊભરતા સંશોધકો અને પીએચ.ડી.કર્તાઓને એક ઉત્કૃષ્ટ તક મળે તે માટે 10 અલગ અલગ વિભાગમાં સંશોધનપત્ર રજૂ કરવાની તક અપાઈ હતી, જેની પ્રકિયા 3-4 મહિના પહેલાંથી શરૂ થઈ ગઈ હતી, જેમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સંશોધનપત્ર સંક્ષિપ્તમાં મોકલવાનું હતું, જેમાં ભારતભરમાંથી આવેલા પત્રોમાંથી ઉત્કૃષ્ટ પત્રોની પસંદગી કરવામાં આવી હતી એમને જ શિલોંગ પત્ર રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, આ રજૂઆત પોસ્ટર અને ઓરલ બંને રીતે રજૂ થઈ શકે છે, જેમાં ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ લાઇફ સાયન્સમાં વનસ્પતિશાસ્ત્ર વિષયમાં ડો. કલ્પેશ સોરઠિયાનાં માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરતા વિવેક ઉમેશભાઈ ચૌહાણનું સંશોધનપત્ર પસંદગી પામ્યું હતું અને તે રજૂ કરવા તેમને શિલોંગ આમંત્રિત કરવામાં આવ્યા હતા, કોન્ફરન્સમાં ઇકોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટલ બાયોલોજી વિભાગમાં પોસ્ટર રૂપે રજૂ થયું હતું અને 18 પસંદગી પાર્મી પ્રતિયોગિતામાંથી વિવેક ચૌહાણને શ્રેષ્ઠ પોસ્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  વિવેકે કચ્છમાં જંગલનો સર્વે કરી એમાં આવેલી તમામ વનસ્પતિની ઓળખ કરી નોંધણી કરી હતી સાથે સવિશેષ કુદરતી ઘાસની જાતો પર ભાર મૂક્યો હતો અને વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરી ઘાસની વિવિધ જાતોનું એ જંગલમાં વિસ્તરણ અને તેને અસર કરતાં પરિબળો શોધી કાઢયા હતા. સાથે સાથે આ જંગલને આગળ એક નાના ઘાસિયાં મેદાન તરીકે વિકસાવી શકાય એની શક્યતાઓ પુરાવા સાથે રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી  માત્ર પાંચ જણ જ્યારે કચ્છમાંથી એક માત્ર તેઓ પસંદગી પામ્યા હતા. તેઓ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીમાં વનસ્પતિશાસ્ત્ર વિષયમાં રિસર્ચ ફેલો તરીકે  કાર્યરત છે. 

Panchang

dd