નલિયા, તા. 14 : અબડાસા તાલુકાના રામપર (અબડા)
ખાતે મદરસા-એ- બરકાતે મુસ્તફા એજ્યુ. એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાગણામાં ફૈઝે હાજી જહાંગીરશા
બુખારી ગર્લ્સ હાઈસ્કૂલ અને હોસ્ટેલની ઈમારતની પાયાવિધિ મુફતી-એ- કચ્છના પરિવારજનો, અન્ય સૈયદ, ઉલ્મા તથા
અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાઈ હતી. બે એકરમાં નિર્માણ પામનારા પ્રોજેક્ટમાં 100 બાળાઓ માટે ધો. 9થી 12ના શિક્ષણની સુવિધા સાથે દીની શિક્ષણ નાઝિરા દીનિયાતની તાલીમ
સાથે હોસ્ટેલમા રહેવા -જમવાની સુવિધા હશે. ટ્રસ્ટ સંચાલિત દારૂલ ઉલુમ ફાતમતઝ્ઝહરા
(ર.અ.) કાર્યરત છે, જેમાં છાત્રાઓને
મુફતિયા, આલિમા, હાફિઝા, કારિયાનો કોર્સ અપાય છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મુફતિ-એ-કચ્છના પુત્ર
સૈયદ અમીનશા બાવાએ મદરેસા બરકાતે મુસ્તફાના કાર્યથી મુફતિ-એ-કચ્છ અને સૈયદ જહાંગીરશાના
રૂહ ખુશ થશે તથા વર્તમાન સમયમાં દીકરીઓ માટે દીની તાલીમની સાથે શાળકીય શિક્ષણ જરૂરી
છે, પરંતુ શાળાકીય શિક્ષણ તળે દીની તાલીમ ગુણવત્તા પણ જરૂરી હોવાનું
જણાવતાં હાલમાં દારૂલ ઉલુમ ફાતમત્ઝઝહરામાં 324 છાત્રાઓ દીનનો ઉચ્ચશિક્ષણ મેળવી રહી હોતાં આ દીની તાલીમ પ્રભાવિત
ન થવી જોઈએ તેવું કહ્યંy હતું. દારૂલ
ઉલુમના મૌલાના મોહમ્મદસિદીક અઝહરીએ નિર્માણ પામનારી ગર્લ્સ હોસ્ટેલ અને સ્કૂલ પ્રોજેક્ટની
માહિતી આપતાં કહ્યું હતું કે, આ ગર્લ્સ
હાઈસ્કૂલ અને હોસ્ટેલ બન્ને વિભાગો અલગ-અલગ હોવાથી દારૂલ ઉલુમની દીની તાલીમ પ્રભાવિત
નહીં થાય તથા દારૂલ ઉલુમની દીની તાલીમનું સ્તર વધુ ઊંચાઈએ લઈ જવામાં આવશે અને 500 છાત્રાઓની ક્ષમતા કરવામાં આવશે.
સૈયદ સલીમશા હાજી જહાંગિરશાએ કહ્યું હતું કે, હવે મુસ્લિમ મહિલાઓ શિક્ષણ, વ્યાપાર, હસ્તકલા, આરોગ્ય ક્ષેત્રે સફળતાપૂર્વક કામ કરી રહી છે.
અતિથિવિશેષ મલ્લપૂરમના હાજી શિહાબે પોતાની કેરળથી મક્કા સુધીની 8640 કિ.મી.ની પદયાત્રાના અનુભવો
વર્ણવી દરેક ત્રી-પુરુષને શિક્ષણનું સિંચન કરવાનું સૂચન કરતાં નિયત સાફ રાખી ધીરજ વડે
અને મહેનતથી કરેલું કાર્ય સફળતા બક્ષે છે, તેવું કહ્યું હતું. સૈયદ સુલતાનશા બાવાએ પ્રારંભમાં વકતવ્ય આપ્યું હતું. મદરસા-એ-બરકાતે
મુસ્તફા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કુંભાર હાજીહસન સિદ્દીક,
ટ્રસ્ટીઓ મિત્રી હાજીઅબ્દુલગની હાજીઈબ્રાહીમ, કુંભાર
હાજીસાલેમામદ હાજીહસન, કુંભાર ઈલિયાસ ભચલ, મેમણ અબ્દુલમજીદ મામદ, લુહાર ઈશાક અલીમામદ, સુમરા અલાના ભુંગર, કુંભાર કાસમ હારૂન, તુરિયા મુબારક અબ્દુલ્લાહ, કારોબારી સમિતિના સદસ્યો સંઘાર
હાજીયુસુફ અદ્રેમાન, પડેયાર હાજીસાલેમામદ હાજીહસન, રાયમા આદમ હાજીજુમા, કેર અલી લાખા, મંધરા આદમ હાજીઈબ્રાહીમ, કુંભાર હાજીફકીરમામદ જુણસ,
હિંગોરા નૂરમામદ હાસમ, કુંભાર અલીમામદ રમઝાન,
પીંજારા મામદહુસૈન હાજીસાલેમામદ, કુંભાર અસગરઅલી
હાજીઅબ્દુલ્લાહ, પીરઝાદા સિદ્દિકશા ઓસમાણશા દ્વારા દાતાઓનું સન્માન
કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલરઝાક બરકાતીએ કરી હતી તથા મિસ્બાહીએ પ્રારંભ
કરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મૌલાના અલીમોહમ્મદ બરકાતીએ કર્યું હતું. કચ્છભરમાંથી
સામાજિક-રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કુંભાર હાજીહસન સિદ્દિક પરિવાર,
આદમ હાજીજુમા તરફથી સહયોગ મળ્યો હતો.