ભુજ, તા. 13 : ગુજરાત
વિદ્યાપીઠ-અમદાવાદ દ્વારા આયોજિત ગ્રામજીવન સ્વાવલંબન પદયાત્રા-2025 અંતર્ગત
ડો. અરવિંદભાઇ રામીનાં માર્ગદર્શન હેઠળ ભુજમાં પદયાત્રા યોજી શાળાઓની મુલાકાત લઇ
માહિતી પૂરી પડાઇ હતી. આ અંતર્ગત નારણપર,
કેરા અને બળદિયામાં આવેલી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાની
મુલાકાત લીધી હતી. નૂતન સરસ્વતી ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયનાં
આચાર્યા વર્ષાબેન જોશી (નારણપર), સ્વામિનારાયણ કન્યા
વિદ્યાલય (જે.પી.એલ.એમ. હાઇસ્કૂલ) ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઇ (કેરા), બળદિયા સ્વામિનારાયણ હાઇસ્કૂલના આચાર્ય આર. એન. પટેલ તથા શિક્ષકગણ દ્વારા
ગુજરાત વિદ્યાપીઠમાંથી આવેલા છાત્રોનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે પદયાત્રા
વિશે ટૂંકમાં પરિચય અપાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠ સમાજકાર્ય વિભાગના
અવનિ ઋષિ, પીએચ.ડી. સ્કોલર દ્વારા ગ્રામજીવન પદયાત્રા અને
તેના હેતુ વિશે માહિતી આપી હતી. પૂજાબેન પોમલ પીએચ.ડી. સ્કોલરે સરદાર વલ્લભભાઇ
પટેલ વિશે પોતાની વાત રજૂ કરી હતી. રિયા પટેલ-એમ.સી.એ. વિભાગ દ્વારા સ્વદેશી
વસ્તુઓની ઉપયોગીતા અને અગત્યતા સમજાવી હતી. વિક્રમભાઇ ધુવા, શારીરિક
શિક્ષણ વિભાગ-સાદરા દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.