• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

ભચાઉ માર્કાટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદીનો પ્રારંભ

ભચાઉ, તા. 13 : ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કાટિંગ યાર્ડમાં સરકાર દ્વારા વિવિધ ખેતપેદાશોની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજાએ ખરીદી શરૂ કરાવી ત્યારબાદ ખેડૂતો અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કચ્છ શાખા નહેરમાં પાણીથી ખેતપેદાશોમાં વધારો થયો છે. જેથી ધારાસભ્યએ ખુશી વ્યક્ત કરી હતી. અગાઉ 150 મણ એરંડા યાર્ડમાં મૂકતા હતા, આજે 1200થી 1500માં એરંડા મૂકવામાં આવી રહ્યા છે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજાએ કહ્યું હતું. ભચાઉ બજાર સમિતિના ચેરમેન વાઘુભા જાડેજાએ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશી છે, માવઠાંના માર પછી સરકારનું આ હિતકારી પગલું છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પરબતભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ પેથાભાઇ રાઠોડ, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજા, વેપારી મંડળના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, ડાયરેક્ટર ભરતાસિંહ આર. જાડેજા, તાલુકા પંચાયતના સભ્ય ભરતાસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, નગરપાલિકાના ઉપપ્રમુખ અંબાવીભાઈ ગોઠી, જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોર, આમલિયારાના હરાસિંહ જાડેજા, તાલુકા ભાજપ મંત્રી જગદીશભાઈ સુથાર, જગુભા જાડેજા, ખડીરના નારણભાઈ આહીર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા માર્કાટિંગ યાર્ડના ભરતભાઈ ઠક્કરે સંભાળી હતી, હેમંતભાઈ પંડયા, મહેશભાઈ સોની, સંદીપભાઈ ચંદે સહયોગી બન્યા હતા.

Panchang

dd