વિથોણ (તા. નખત્રાણા), તા. 11 : ભડલી ખાતે
ચાલી રહેલા શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં વ્યાસાસનેથી કનકેશ્વરી માતાએ ભક્તિરસ પીરસતાં
જણાવ્યું કે, મનને સ્થિર રાખીને શિવની
ભક્તિ કરનારને પરમાત્માની અનુભૂતિ થાય છે તેમજ આત્મા અને શરીરનું કલ્યાણ થાય છે. આવતા
મે માસની 16-5-26ના
મોરઝર પુંજલદાદા આશ્રમ ખાતે કથા યોજાશે તેવું કાનજીદાદા કાપડીએ જણાવ્યું છે. કથાને
સુચારુ ઢબે પાર પાડવા વિવિધ સમિતિઓ કાર્યરત છે. જેમાં કાંતિભાઈ છાભૈયા, બાબુભાઈ સાંખલા, ધનસુખ
ઠાકરાણી, કાંતિલાલ ભગત (મુંબઈ), પ્રવીણ
ઠાકરાણી, દેવરામ ગોરાણી, જયંતી છાભૈયા,
શાંતિલાલ છાભૈયા, હરિભાઈ ભગત, સાત ગામની બહેનો અને યુવાનો સેવા કાર્યોમાં વ્યસ્ત રહે છે. આ પાવન પ્રસંગે
નાથ સંપ્રદાયના પુષ્કર, ગોરખપુર, પ્રયાગરાજ,
કપુરકી પહાડી (હરિયાણા) વિગેરે મઠના સાધુ-સંતો મોટી સંખ્યામાં ગરીબનાથ
મંદિરના ધૂણામાં નમન કરવા આવ્યા હતા. સર્વે સાધુ-સંતોનું દિલીપરાજા કાપડીએ અભિવાદન
કર્યું હતું અને ગરીબનાથ સેવા સમિતિએ સંતોને પુરસ્કૃત કર્યા હતા. સંયોજક કાનજીદાદા
કાપડી અને આયોજન સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ છાભૈયા, આયોજન મંત્રી
દેવરામભાઈ છાભૈયા, દાનાભાઈ આહીર, લાલજીભાઈ
મહેશ્વરી, પચાણભાઈ ગરવા, રમેશભાઈ ગોરાણી,
નવીનભાઈ જોષી, નરશીદાન ગઢવી, જયંતીભાઈ (થરાવડા) વિગેરે સેવાને સમર્પિત રહ્યા હતા. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ
ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પાટીદાર સમાજના હોદ્દેદારો, ઉમિયા માતાજી (વાંઢાય)ના
હોદ્દેદારો, સંસ્કારધામ (દેસલપર)ના હોદ્દેદારો, અનેક રાજકીય અને સામાજિક આગેવાનો કથામાં આહુતિ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કથાની
વ્યવસ્થા અને શ્રોતાઓની સમજશક્તિથી વક્તા પ્રભાવિત થયા હતા. આચાર્યપદની ભૂમિકા વિજયભાઈ
જોષી, જ્યારે સ્ટેજ સંચાલન સાહિત્યકાર રમેશભાઈ જોષી સંભાળી રહ્યા
છે.