• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

કંડલા મહાબંદરની આઠ જેટી ઉપર ડ્રાફ્ટમાં થયો વધારો

ગાંધીધામ, તા. 11 : દેશના તમામ મહાબંદરોમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે નંબર વન રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં  170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નંબર વનનું સ્થાન પુન: મેળવનાર દીનદયાલ પોર્ટ કંડલા દ્વારા કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે  વધુ સફળતાના શિખરો સર કરવા માટે વધુ મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં  આવી રહ્યાં છે. આ પગલાંઓ પૈકી  ચેનલના ડ્રાફ્ટ વધારવાની દિશામાં પણ કામગીરી કરાઈ છે અને તેમાં પોર્ટ પ્રશાસનને મહત્ત્વની સફળતા મેળવી છે. આ અંગે મળતી વિગતો મુજબ ડીપીએ કંડલાની કાર્ગો જેટી નંબર 6, 7, 8 અને 9 નંબરની કાર્ગો જેટી ઉપર અને 13, 14, 15, 16 નંબરની  જેટી ઉપર 14.5  મીટરનો   ડ્રાફ્ટ હતો. કાર્ગો હેન્ડલિંગ વધારવા માટે અને વધુ મોટા જહાજો હેન્ડલ થઈ શકે તે માટે  ડ્રાફ્ટ વધુ હોવો જરૂરી છે. પ્રશાસન દ્વારા આ દિશામાં કામગીરી કરવામાં આવી  હતી. હાલ જેટી  નંબર 6થી 9 અને 13થી 16માં 14.5 મીટરમાંથી  વધીને 14.75 મીટરનો ડ્રાફ્ટ  મેળવાયો છે. આ સફળતાથી  કાર્ગો હેન્ડલિંગ  વધુ અસરકારક બનશે.  હાલ કાર્ગો જેટી નંબર 10 ઉપર સિવિલ વર્ક ચાલી રહ્યું છે. પ્રવર્તમાન નાણાકીય વર્ષ કરતાં પણ સર્વાધિક  કાર્ગો હેન્ડલિંગનો  લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે તેમજ  પોર્ટને વધુ આધુનિક બનાવવાની દિશામાં અનેક મહત્ત્વપૂર્ણ પગલાં પ્રશાસન દ્વારા લેવાશે.  

Panchang

dd